________________
થતો નથી. એટલે દર્શનનો અર્થ માત્ર આંખથી થતો બોધ ન કહેતા કોઈપણ ઈન્દ્રિયથી થતો બોધ અને તેનાથી પણ આગળ જઈએ તો આંખ બંધ કરીને મનના એકાગ્રતાથી જોવું તેને દર્શન” કહેવાય.
"आलोकास्तु चक्षुरादिनिमित्तत्वात् सर्वसंसारिजीव साधारणत्वान्न मोक्षमार्गे युक्तः ।" - સર્વાર્થસિદ્ધિ; ગાથા ૧.૧૧ (ફકરો) (પાનું ૭, લેખકઃ આચાર્ય પૂજ્યપાદ, પ્રકાશકઃ ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, દિલ્હી, વર્ષ ૧૯૮૯ ૪થું સંસ્કરણ)
મનમાં જે વિચારીએ તેનું પ્રતિબિંબ બહાર ઝળકે છે. “જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ” કહેવત પ્રમાણે બહારની દૃષ્ટિ હકીકતમાં મનથી નક્કી થાય છે. અંતરમાં સર્વ પ્રત્યે મૈત્રીભાવ અને બંધુત્વ ભાવના હોય તો બહાર કોઈ જ શત્રુ રહેતો નથી. જ્યારે ભગવાન મહાવીરને પૂછ્યું કે “આપનો કોઈ શત્રુ છે?” તો એમણે કહાં મારી સર્વે પ્રાણી જોડે મિત્રતા છે. કોઈ પણ મારો શત્રુ નથી. એ સમયે એમનું ખંડન અને વિરોધ કરવાવાળા ઘણા જણ હતા. પણ ભગવાને તે સર્વેને પોતાના શત્રુ ન માન્યા. તેમના માટે ગૌતમસ્વામી અને ગોશાલકજી બંને સરખા હતા. બંને પ્રત્યે સરખા સમભાવ હતો. એનું કારણ એક જ હતું. તે એમની આંતરિક દૃષ્ટિ, મનમાં સાચા દર્શનના કારણે બહાર દેખાતા દુશ્મન પણ દુશ્મન ન રહે. આ મનના ભાવોને જ સાચા અર્થમાં “દર્શન” કહેવાય છે.
સમ્યગ્દર્શન અહીં મોક્ષમાર્ગના સાધનરૂપ છે. એટલે અહીં દર્શન શબ્દનો અર્થ કેવળ જોવું એમ નથી. અહીં તેનો અર્થ એ રીતે જોવામાં આવે છે.-દષ્ટિ અને નિશ્ચય. આનું કારણ એમ છે કે દૃષ્ટિમાં કોઈવાર ભ્રાંતિ પણ હોય અને કેવળ નિશ્ચય પણ ખોટે થઈ શકે. એટલે દર્શનની આગળ “સમ્યક” શબ્દ મૂકયો છે. જેનો અર્થ થાય કે-જે દૃષ્ટિ જેમાં કોઈપણ પ્રકારની ભ્રાંતિ ન હોય, અને જે નિશ્ચય હોય તે યથાર્થ જ હોય. એટલે યથાર્થપણે જોવું તેને “સમ્યગદર્શન” કહેવાય.
જેમ જેમ અંતરદષ્ટિ જાગૃત થાય છે તેમ તેમ બાહાદષ્ટિ બદલાતી જાય છે. આવી પરિસ્થિ તિમાં મનુષ્ય શુદ્ધ સ્વરૂપ આંતરિક દષ્ટિથી પોતાના અને બીજાના સંબંધમાં એકાત્માનો અનુભવ કરે છે. શુદ્ધ આત્મસ્વરૂપનો અનુભવ કરે છે. આ જ વાસ્તવમાં “ધર્મ છે”, અને આ જ “સમ્યગ્દર્શન” છે. આમ અંતરદૃષ્ટિના આધારે તે સાચો નિર્ણય કરી શકે છે કે જે પણ ક્રિયાકાંડ, વિધિ-વિધાન, નિયમોપનિયમ કરે છે તે આત્મવિકાસ અને આત્મલક્ષી છે કે નહીં? અને તેના આધારે તે મોક્ષમાર્ગના સાચા માર્ગ ઉપર જ મદદ કરવાવાળી સામગ્રી સિવાય ૨૪
સમકિત