________________
૧.૨ઃ સમ્યગદર્શનનો અર્થ અને વ્યાખ્યા
સમ્યગદર્શન શબ્દ “સમ્યક” અને “દર્શન” આ બે શબ્દોના સંયોગથી બનેલો આધ્યાત્મિક જગતનો એક અતિ મહત્ત્વપૂર્ણ શબ્દ છે.
પહેલા આપણે “દર્શન” શબ્દના અર્થને સમજી લઈએ. જ્યારે દર્શન શબ્દનો અર્થ બરાબર સમજાઈ જશે તો “સમ્યગદર્શન” શબ્દનો અર્થ સહેલાઈથી સમજાઈ જશે.
દર્શન શબ્દનો જન્મ “ર પ્ર" (વેવાર સિદ્ધાંત મુવી ધાતુપદ) ધાતુથી બન્યો છે. તેથી દર્શન શબ્દની વ્યુત્પત્તિ આ પ્રકારે થાય છે. જેના દ્વારા દેખી શકાય, જેનાથી દેખી શકાય અને જેમાં દેખી શકાય.” આ વ્યુત્પત્તિ અનુસાર દર્શન શબ્દના અનેક અર્થ મળી શકે છે. દર્શન, દર્પણ, ધર્મ, ઉપલબ્ધિ, બુદ્ધિ, શાસ્ત્ર, સ્વપ્ન, લોચન, વર્ણ, દેશ આવા અનેક અર્થો દર્શન શબ્દની આસપાસ ફરે છે. "दर्शनं दर्पणे धर्मोपलब्ब्यों बुद्धिषास्त्रयोः । स्वप्नचनयोश्चापि दर्शनं वर्मदशयोः ॥" - સમ્યગ્ગદર્શન (પાનું ૧૮૨, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, વ્યાવર, રાજસ્થાન, વર્ષ ૧૯૮૧)
આંખથી જોવું તે પણ દર્શન છે. પણ એવું દર્શન ચક્ષુના નિમિત્તથી સાધારણ રૂપે સંસારી જીવોને હોય છે. એટલે એને મોક્ષમાર્ગ માનવો તે યોગ્ય નથી. સાધારણ પ્રાણી આંખથી જોવું તેને જ દર્શન માને છે. પણ આપણા આચાર્યોએ “જોવું” એનો એક બીજો અર્થ પણ બતાવ્યો છે કે જે આંખ બંધ કરી જોવું તે. તે જોવામાં શ્રવણ, મનન, ધ્યાન, વિચારણા “તર્ક-વિતર્ક” આદિનો સમાવેશ થાય છે. આ એક પ્રકારનું અંતર્દર્શન છે અને એને જ વાસ્તવિકમાં “દર્શન” માને છે.
આંખથી જોવામાં માત્ર સાધારણ બોધ પણ થતો નથી. જેમ રસ્તો આપણી સામે હોય પણ એને દૂરથી જુઓ તો પાતળી કાળી રેખા જેવું દેખાય છે. હજારો મણ ઘઉંમાં એક ચોખાનો દાણો નાખી દો તો નજીકથી જોઈએ તો પણ દેખાય નહીં. આ બધાને આધ્યાત્મિક દર્શન કહેવું તે એક ભૂલ છે. ઋષિમુનિયો આ બધાને અધૂરું દર્શન કહે છે. ખૂબ જ સૂક્ષ્મતાથી વિચારીએ તો “દર્શન” નો અર્થ કંઈક વિશેષ જોવું એવો થાય છે. આંખથી દેખાય તે પણ દર્શન છે પણ સાધારણ અને હલકું દર્શન છે. એનાથી કોઈ પણ પદાર્થનો બોધ ગહેરાઈથી સમકિત
૨૩