________________
તે નૈમિત્તિક કહેવાય. તે નિમિત્તશાસ્ત્રના ઉપયોગથી શાસનની ઉન્નતિ કરે. તેથી તેઓ નૈમિત્તિક પ્રભાવક કહેવાય છે.
(૫) તપસ્વી પ્રભાવક મહાન, વિકટ તપશ્ચર્યા કરીને શાસન પ્રભાવના કરે જેમ કે માસક્ષમણ,
સિદ્ધિતપ, વીશ સ્થાનક તપની ઓળી વગેરે. તપના પ્રભાવે શાસનની ઉન્નતિ થાય તેથી તપસ્વી પ્રભાવક કહેવાય.
(૬) વિદ્યા પ્રભાવક વિદ્યા, મંત્રો, કળા આદિને સિદ્ધ કરીને શાસનની પ્રભાવના કરે, સંવેગી
દીક્ષા લઈને પણ શાસનની પ્રભાવના કરે. તેઓ વિદ્યાપ્રભાવક કહેવાય.
(૭) વ્રત પ્રભાવક પ્રસિદ્ધ વ્રત જેમ કે બ્રહ્મચર્ય, રાત્રિભોજન ત્યાગ, લીલોતરી ત્યાગ, અને
સચેત પાણી ત્યાગ વગેરેના ચાર સ્કંધ (નિયમ) અંગીકાર કરી પ્રભાવના કરે તેઓ વ્રત પ્રભાવક કહેવાય.
(૮) કવિ પ્રભાવકઃ શાસ્ત્રો અનુસાર કવિતા બનાવે, શ્લોક, ગીત, રાસ બનાવે, પોતે ગાય
અને ગવડાવે અને શાસનની પ્રભાવના કરે તેઓ કવિ પ્રભાવક કહેવાય.
શાસનની પ્રભાવના કરવાથી ઘણા જીવો ધર્મસન્મુખ થાય છે. ધર્મ પામે છે. જૈન ધર્મ પ્રત્યેનો અહોભાવ વધે છે. તેઓ ભવાંતરમાં સુલભબોધિ બને છે. માટે શક્તિ ગોપવ્યા વગર સૌ કોઈએ શાસનની પ્રભાવના કરવી જોઈએ.
જાહેરમાં વ્રત પચ્ચખાણ કરવાથી સૌને અનુમોદનનો લાભ મળે છે.
આ વાત ઉત્તરાધ્યયન સૂત્રમાં બતાવી છે.
(૯) આગાર-છઃ આગારનો અર્થ એ થાય છે કે સમકિતીને જેમાં અપવાદ માર્ગે ન છૂટકે કાર્ય કરવું પડે છે. આના હિસાબે વ્રત અને નિયમ ગ્રહણ કરતી વખતે આગાર આપવામાં આવે છે.
(૧) રાજાભિયોગઃ “રાથમિકોને " રાજા કે શાસનકર્તાના દબાણથી દેશ નિકાલના ભયથી,
અન્ય મતના દેવ, ગુરુ કે ધર્મ સાથે વંદન વ્યવહાર કરવો પડે છે. પોતાની પ્રગતિ માટે કે પોતાનું પદ કે પ્રતિષ્ઠા વધે તે માટે કરે તેને રાજાભિયોગ કહેવાય નહી.
૧૯૨
સમકિત