________________
(૪) સ્થિરતા કરનાર જૈનશાસનમાં ડગમગતા પોતાને કે અન્યને સ્થિર કરે અને ધર્મનું કામ
ખૂબ જ ચતુરાઈથી કરે. કોઈ દેવ, દાનવ યા માનવ આદિ પ્રાણી આવીને પરીક્ષા કરે, ચલાયમાન કરે તો પણ સમ્યગદર્શી પોતે વિચલિત થાય નહીં અને અન્ય થતો હોય તો તેને પણ ચતુરાઈથી સ્થિર કરે. અન્ય ધર્મ-સંપ્રદાયોની પૂજા-પ્રતિષ્ઠા જોઈને ચિત્ત ડામાડોળ કરે નહીં. તે સમયે એ જ વિચારે કે આત્મા મોક્ષરૂપ ફળ પામશે તે સમ્યગદર્શનથી જ પામશે. તેમ સમ્યગ્રદર્શનમાં સ્થિર રહે.
"चारित्रयाने भग्नेडपि गुणमाणिक्यपूरिते । तरन्त्येव महाम्भोद्यौ सम्यकत्वफलकग्रहात ॥" - સમ્યગદર્શન; (પાનું ૪૭૯, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧)
અથ-ગુણરૂપી મણીરત્નોથી ભરેલી ચારિત્રરૂપી નાવના તૂટી જવાથી પણ વ્યક્તિ સમ્યકત્વરૂપી ફલક (પાણીમાં તરતું લાકડું)ને પકડીને પણ મહાન સાગર તરી જાય છે. (૫) ધૈર્યવાન જૈનશાસનના કામ, ધર્મના કામ ધીરજ અને શાંતિથી પાર પાડે. આ પ્રમાણે સમકિતી પોતે ઉપરના પાંચ ભૂષણથી જૈનશાસનની શોભાને વધારે છે. સૌને શાસન પ્રત્યે અહોભાવ, બહુમાન થાય તેવું તેનું વર્તન હોય છે. (૮) પ્રભાવક સમકિતી આત્મા પ્રભાવના દ્વારા અનેક લોકોને ધર્મ પ્રતિ અભિમુખ કરે છે.
(૧) પ્રવચન પ્રભાવકઃ જે કાળમાં જેટલા આગમ સૂત્ર હોય તેને ગુરુગમથી જાણી બીજાને
પ્રતિબોધ કરે-શિખવાડે તે પ્રવચન પ્રભાવક કહેવાય છે.
(૨) ધર્મકથા પ્રભાવકઃ આક્ષેપણી, વિક્ષેપિણી, સંવેગજનની, નિર્વેદજનની આ ચાર પ્રકારની
કથાઓ એવા પ્રભાવશાળી ઢંગથી કહે કે જે સાંભળવાથી શ્રોતાઓ આકર્ષિત અને પ્રસન્ન થઈ જાય. આ ધર્મકથા પ્રભાવક કહેવાય.
(૩) વાદી પ્રભાવક તર્ક, વિતર્ક, હેતુ, વાદ, યુક્તિ, ન્યાય તથા વિદ્યાના બળથી પ્રતિવાદીઓને
પરાજિત કરે તે વાદી પ્રભાવક કહેવાય.
(૪) નૈમિત્તિક પ્રભાવક ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળમાં થવાવાળી હાનિ-લાભને જાણનાર સમકિત
૧૯૧