________________
(૫) પરપાસડ સંથવોઃ ૩૬૩ પ્રકારના પાખંડી મતનો પરિચય કરે. ઉપર બતાવ્યા મુજબ મતો જોડે પરિચય રાખે. તો આ અતિચાર લાગે છે.
આમ આત્મા જ્યારે શંકા આદિના યોગે મનના પરિણામના મલિનપણાને ઉત્પન્ન કરવા દ્વારા સમ્યક્તની મર્યાદાનું ઉલ્લંઘન કરે તેને “અતિચાર” કહેવાય છે અને આ મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી થતા આત્માનાં અશુભ પરિણામ છે. આ અતિચાર આત્મા પાસે સમ્યકત્વની સીમાનું ઉલ્લંઘન કરાવે છે. અને આ મોહનીય કર્મના ઉદયથી તે શંકા આદિથી લુષિત મનવાળો થઈ પાછો પટકાયા વિના રહેવાનો નથી. આથી પુનઃ એની સંસારની મુસાફરી વધી જાય છે.
આમ શંકા તથા કાંક્ષા કરનાર તો પોતે મરે, વિચિકિત્સા કરનાર પોતે કરેલું બધું હારે, પણ મિથ્યામતિની પ્રશંસા કરનાર તો પોતે ડૂબે અને બીજા પણ અનેકને ડૂબાડે.
(૭) ભૂષણ પાંચઃ ભૂષણથી જૈનશાસનની શોભા વધે છે. જેમ આભૂષણો પહેરવાથી શરીરની શોભા અધિક વધે છે. તેની સુંદરતામાં વધારો થાય છે. તે જ પ્રમાણે આ ભૂષણો દ્વારા સમકિતી જૈનશાસનની શોભા વધારે છે. તેની પોતાની શોભા પણ વધારે છે. અને તેના પરિવારની પણ શોભા વધારે છે. તે ભૂષણો નીચે પ્રમાણે છેઃ (૧) કુશળતાઃ જિનશાસનમાં કામ કરવામાં હોશિયાર હોય, કુશળ અને નિપુણ હોય.
સમ્યગદર્શનને બરાબર સમજતો હોય સામાયિક પ્રતિક્રમણ આદિ કાર્યોને પણ બરાબર જાણે.
(૨) પ્રભાવક જિનશાસનનો ફેલાવો કરે. ધર્મ તરફ અન્યને આકર્ષિત કરવા તથા ધર્મની
પ્રતિષ્ઠા વધારવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે. સંઘની ઉન્નતિના કાર્યો કરે. પોતપોતાની શક્તિ અનુસાર જૈનસંઘની શોભા વધારવી તેને પ્રભાવના કહેવાય.
(૩) વૈયાવચ્ચીઃ જિનશાસનમાં ચતુર્વિધ સંઘની સેવા, વૈયાવચ્ચ કરવી. અમુક આચાર્યોના
મત એમ છે કે તીર્થકરોના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, નિર્વાણ આદિ કલ્યાણક થયા છે તે પવિત્રભૂમિનું સેવન કે સ્પર્શ કરવું તેને તીર્થની સેવા કરી કહેવાય છે. અથવા તો જંગમતીર્થ સાધુ-સાધ્વીજી, આચાર્ય, ઉપાધ્યાય, શ્રાવક, શ્રાવિકા આદિ ચતુર્વિધ સંઘની સેવા કરવી.મુખ્યત્વે જે સાધુ-સાધ્વીજી સંયમના માર્ગ ઉપર ચાલી રહ્યા છે. તેમને દરેક પ્રકારની શાતા પહોંચાડવી તેને વૈયાવચ્ચ કહેવાય.
સમકિત
૧૯૦