________________
“સૂત્રોચારોવનાર મરિ નરોઃ મિથ્યાદિદિ:” - યોગશાસ્ત્ર; ગાથા ૨.૧૭ (પાનું ૨૫, લેખકઃ આચાર્ય હેમચંદ્રજી, પ્રકાશકઃ મહાવીર જૈન વિદ્યાલય, (ગોવાલિયા ટેંક રોડ) મુંબઈ, વર્ષ ૧૯૪૯, ૨જું સંસ્કરણ)
સૂત્રે કહેલા એક પણ અક્ષરની અરુચિ કરવાથી માણસ મિથ્યાદષ્ટિ થાય છે.
(૨) કંખાઃ અન્ય મતોના આડંબર દેખી તેની ઈચ્છા કરે. જૈનધર્મમાં અનારંભને મહત્ત્વ આપ્યું છે. ધર્મ કોઈ પણ પ્રકારના આરંભમાં માનતું નથી. તેથી ઘણી વાર આપણી સાદાઈની સામે અન્ય દર્શનોના આડંબર આપણને આકર્ષે. આવા વખતે આપણે “કંખા” નામનો દોષ લાગવા દેવો નહીં.
(૩) વિતિગિચ્છાઃ ધર્મકરણીના ફળમાં સંદેહ રાખે, ધર્મનું ફળ હશે કે નહીં? વર્તમાનમાં તો કોઈ ફળ દેખાતું નથી.
આપણો ધર્મ કર્મની કરણીમાં માને છે. “જે વાવો તે ઊગે.”
એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી આપણી દરેક ધર્મકરણી આપણા આત્માને મોક્ષ અપાવશે જ એવી શ્રદ્ધા રાખવી. આ બાબતમાં આપણે કોઈપણ પ્રકારનો સંદેહ રાખવો નહીં. અને વર્તમાનમાં આપણો જે ઉદય છે તે પાછલા કરેલા કર્મોનો છે. આજે કરેલી કરણીનો જ્યારે ઉદય થશે ત્યારે સાચા હૃદયથી કરેલો ધર્મ મુક્તિ અપાવશે જ.
(૪) પરપાખંડ પસંસાઃ ૩૬૩ પ્રકારના પાખંડી મતો છે. એટલે કે અન્ય અન્ય પ્રકારના મતો જે જૈનધર્મએ બતાવેલા મુક્તિના માર્ગને સાચો ન માને અથવા તો થોડે માને અને થોડે ન માને. અને તેવા મતોના વખાણ કરે.
આમાં મુખ્ય ચાર પ્રકાર છે.
(અ) ક્રિયાવાદ : જે ફક્ત જુદી જુદી ક્રિયાઓ કરવાને જ ધર્મ માને. (બ) અક્રિયાવાદ : જે ક્રિયામાં ધર્મ માને નહીં. (ક) વિનયવાદ : જે સાચા ખોટાની જાણ હોય નહીં એટલે ભૂલ થાય નહીં તે માટે દરેક
કાર્યમાં વિનય કરવો એટલે બધાને સારું લાગે તેમાં જ ધર્મ માને. (ડ) અજ્ઞાનવાદ : જે અજ્ઞાનમાં જ ધર્મને માને, અજ્ઞાનને જ શ્રેયસ્કર માને. સમકિત
૧૮૯