________________
(૧) સમઃ જે શત્રુ-મિત્ર, સુખ-દુઃખ, આદિ કોઈપણ પરિસ્થિતિમાં સમભાવ રાખી શકે. ક્રોધ, માન, માયા, લોભનો ઉદય ન થવા દે તે લક્ષણોને “સમ’” કહેવાય.
(૨) સંવેગઃ મોક્ષની અભિલાષા હોય, મનમાં વૈરાગ્યના વિચારો હોય, અને ભવભ્રમણથી છૂટવાની ભાવના હોય તેને ‘‘સંવેગ’’ કહેવાય. આમ સંવેગને જેમ મોક્ષની અભિલાષા સ્વરૂપે વર્ણવેલો છે તેમ તેનો અર્થ સંસારથી ભય એવો પણ થાય છે.
(૩) નિર્વેદઃ ભોગોમાં અરુચિ, વિષયો પ્રત્યે ઉદાસીનતા રાખવી, વૈરાગ્યભાવથી દીક્ષા લઈ કર્મ શત્રુઓને જીતી સિદ્ધપદ પામવાની ભાવના તે ‘“નિર્વેદ’” કહેવાય.
(૪) અનુકંપાઃ દુઃખી જીવોને જોઈ દયા, કરુણા લાવે, પોતાના આત્મા અને પર આત્માઓના ઉપર દયા લાવવી અને દુઃખી જીવોને સુખી કરવા પ્રયત્ન કરવો તેવો ભાવ ‘‘અનુકંપા’ કહેવાય. (પોતાના આત્મા ઉપર દયા એટલા માટે લાવવી કે તે હજી સંસારસાગરમાં ડૂબેલો છે. અને હજી પોતાની જ શક્તિ વડે આ કાદવમાંથી બહાર નીકળી શકતો નથી તે ક્યારે નીકળશે? તેવા ભાવથી પોતાના ઉપર પણ દયા લાવવી તે અનુકંપા કહેવાય છે.)
(૫) આસ્થાઃ જિનવાણી, આગમ, શાસ્ત્રો અને નવ તત્ત્વો પર દૃઢ શ્રદ્ધા રાખે, સ્વ-પરના હિતાહિતનો વિચાર કરી કાર્ય કરે તેને “આસ્થા’’ કહેવાય.
આ પાંચ લક્ષણોથી સમકિતી ઓળખાય છે. આ વાત ‘“જ્ઞાતા ધર્મકથા સૂત્રમાં’’ આવે છે.
(૬) દૂષણ પાંચઃ સમ્યક્ત્વને શુદ્ધ રાખવા તેના દોષોથી દૂર રહેવું તે સમ્યષ્ટિ માટે હિતકારક છે. તે નીચે પ્રમાણે છે.
(૧) શંકાઃ આપણા આત્માને ગુરુ પાસેથી અને શાસ્ત્રોથી મળેલા જ્ઞાનથી હિત થાય છે, અને તે મોક્ષમાર્ગ ઉપર આગળ જાય છે. પણ જ્ઞાનાવરણીય કર્મોના હિસાબે એવું બની શકે કે અમુક વાતો આપણે સમજી શકીએ નહીં. અને અમુક અઘરું જ્ઞાન આપણી બુદ્ધિની બહાર જ રહે. પણ આ કારણોથી આપણે એ જિનવચનો ઉપર શંકા કરાય નહીં. આગમમાં બતાવેલો એક એક અક્ષર તે સાચો છે તે સમજાય કે નહીં પણ તેના ઉપર જ શ્રદ્ધા અને વિશ્વાસ રાખે.
“સૂત્ર ત્તિ નઃ પ્રમાળ બિનામિહિતમ્ ।′
ખરેખર અમને શ્રી જિનેશ્વર ભગવાનોએ પ્રરૂપેલું સૂત્ર પ્રમાણરૂપ જ છે.
૧૮૮
સમકિત