________________
"इणमेव निग्गथं पायवणं सच्चं ... संसुद्धं सव्व दुक्खाणमंतं करंति" - સામાયિક પ્રતિક્રમણ સૂત્ર; ગાથા પ.૨૭ (પાનું ૧૧૯, પ્રકાશક: સુધર્મપ્રચાર મંડલ, અમદાવાદ (ગુજરાત), વર્ષ ૧૯૯૯, ૩જું સંસ્કરણ) દર્શનવિનયના ધારકને સંશુદ્ધિ કરવાવાલા બતાવ્યા છે. આ દસ પ્રકારો “ઉવવાઈ સૂત્રમાં” પણ બતાવેલા છે. (૪) શુદ્ધતા ત્રણ ત્રણ પ્રકારની શુદ્ધિ પણ સમ્યગ્રદર્શનની શુદ્ધિ કરે છે. ત્રણ પ્રકારની શુદ્ધિ નીચે પ્રમાણે છેઃ
(૧) મન શુદ્ધતા (૨) વચન શુદ્ધતા (૩) કાય શુદ્ધતા
કહયું છે કે
"मणवायाकायाणे सुद्धि सम्मत्तसोहिणी तत्थ" - ભગવતી શતક સૂત્ર ૨૫.૭ અર્થાત્ પ્રશસ્ત મનથી નિશંકિત આઠ દર્શનાચારનું પાલન કરવું, ચિંતન કરવું. એ જ પ્રમાણે પ્રશસ્ત વચનથી ૮ આચારનું પાલન કરવું, એટલે કે બોલીને ધર્મની પ્રશંસા કરે, તેનું મહત્ત્વ બતાવે. અને આ જ પ્રમાણે પ્રશસ્તરૂપે કાયાથી પાલન કરે તે મન, વચન, કાયાની શુદ્ધતા કહેવાય છે.
“મમાડો સ , પ પરમર્દો, સેસે ” - સમ્યગદર્શન; (પાનું ૪૭૩, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતી કાર્યાલય, બ્લિાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧).
“હે આયુષ્યમાન, આ જ નિગ્રંથ પ્રવચન સાર્થક છે, આજ પરમાર્થ છે, આનાથી વિપરીત બધું જ અનર્થ છે.
(૫) લક્ષણ પાંચઃ જેનાથી સમકિતીની ઓળખાણ થાય. આ પાંચ ચિત્નથી અથવા આમાંથી કોઈપણ એક ચિન પણ કોઈનામાં હોય તો અનુમાન કરી શકાય કે તે જીવને સમકિત હોઈ શકે છે. સમકિત
૧૮૭