________________
(૨) ગણાભિયોગઃ “નોલેજ' ગણનો અર્થ એ થાય છે કે જાતિ, સમુદાય, સંઘ,
સમાજ કે વ્યાપાર આદિમાં પરસ્પર સહયોગ માટે ભેગા થવાવાળું દળ. આમ આમાંથી
કોઈના પણ દબાણથી કોઈ અનિચ્છાએ કાર્ય કરવું પડે તે. (૩) બલાભિયોગઃ “નાગોરો" શક્તિ, સત્તા કે બળવાનની સામે અનિચ્છાએ
ઝૂકવું પડે તે.
આમ તે આત્મબળ અને દૃઢતા હોય તો ધર્મ પ્રતિ મેસ્પર્વતના જેમ નિષ્ફમ્પ અને અચળ રહીને હસતા હસતા મૃત્યુને સ્વીકારી લે છે. પણ આવું મહાસત્ત્વ અને મનોબળ તો લાખોમાં એકને હોય છે. એટલે મનની પ્રબળતા ન હોવાના કારણે બલાભિયોગનો આગાર રાખવામાં આવ્યો છે.
(૪) દેવાભિયોગઃ “રેવાબમોm" ભૂત, પ્રેત આદિ મિથ્યાત્વી વાણવ્યંતર દેવો ઈત્યાદિ
જબરજસ્તીથી વંદન આદિ કરાવે તો તેવો વ્યવહાર દેવાભિયોગ કહેવાય.
(૫) ગુનિગ્રહઃ “ગુનિયા ' માતા-પિતા, કળાચાર્ય, અધ્યાપક, ધર્મોપદેશક આદિ ગુરુજનોના
આગ્રહથી કોઈ અન્ય તીર્થિકને નમવું પડે તો તે ગુરુનિગ્રહ કહેવાય છે.
(૬) વૃત્તિકાન્તારઃ “વિત્તિતારે” “વૃત્તિનો” અર્થ આજીવિકા થાય છે અને “કાન્તારનો”
અર્થ કઠિનાઈ, મુશ્કેલી થાય છે. આજીવિકા માટે, ઘર ચલાવવા માટે, પૈસા માટે કોઈ અન્ય મતિના ધર્મસ્થાનકમાં નોકરી કરવી પડે અને તેને અનુકૂળ વ્યવહાર કરવો પડે તે
વૃત્તિકાન્તાર આગાર કહેવાય છે. સમ્યગદર્શનના આ છ આગાર સમ્યગ્દર્શનની રક્ષા માટે છે. મૂળથી નષ્ટ થતા સમ્યગ્દર્શનને બચાવવા માટે છે. આ આગારોનું સેવન ત્યારે જ કરવું જોઈએ જ્યારે કોઈ ઉપર બતાવેલ ગંભીર પરિસ્થિતિ ઊભી થાય. બને ત્યાં સુધી નિયમમાં દઢ રહેવું, અપવાદનું સેવન ન કરવું, પણ ન છૂટકે કરવું પડે તો ખૂબ સાવધાની તથા વિવેક રાખીને આગારોનું સેવન કરી શકાય છે. આ વાત “ઉપાસકદશાંગ સુત્ર'માં બતાવી છે.
(૧૦) જયણા છઃ સમ્યગદર્શનની શુદ્ધિ અને સુરક્ષા માટે સાવધાની રાખવી જરૂરી છે. તેને જયણા કહેવાય.
સમકિત
૧૯૩