________________
(૧) આલાપઃ મિથ્યાત્વી સાથે વિના કારણે ધર્મબુદ્ધિથી ન બોલે અને સમકિતી સાથે વગર બોલાવ્યે પણ બોલે.
(૨) સંલાપઃ મિથ્યાત્વીની સાથે વિના કારણે વારંવાર ધર્મબુદ્ધિથી ન બોલે અને સમકિતી સાથે વગર બોલાવ્યે વારંવાર બોલે.
આલાપ-સંલાપના સંબંધમાં એક આગમપાઠ બતાવ્યો છે.
"नो खलु मे भंते, कप्पइ अज्जप्पभिई अन्नउत्थिए वा अन्नउत्थियदेवयाणि वा अन्नउत्थियपरिग्गहियाणि चेइयाइं या वंदित्तए वा नमंसित्तए वा, पुवि अणालत्तेण आलवित्तए वा संलवित्तए वा तेसिं असणं वा पाणं वा खाइमं वा साइमं वा दाउ वा अणुप्पदाडं वा"
- ઉપાસકદશાંગ સૂત્ર; ગાથા ૧.૬૧
(પાનું ૪૫, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર) મુંબઈ, વર્ષ ૨૦૦૯)
આનંદ શ્રાવકે ભગવાન મહાવીરના સાંનિધ્યમાં સમ્યક્ત્વ ગ્રહણ કર્યુ હતુ, અને પછી બાર વ્રત સ્વીકાર કર્યાં. તે પછી પોતે જાતે જ ગૃહિત સમ્યક્ત્વની દૃઢતાને પ્રગટ કરતા કહે છે કે ‘“ભંતે”, આજથી જીવનપર્યંત મને નિગ્રંથ સંઘ સિવાય અન્ય સંઘવાળાના, અન્ય યૂથિ ક દેવોને, તથા અન્ય યૂથિકો દ્વારા પરિગૃહિત સાધુઓના સિદ્ધાંતો-જ્ઞાનોને વંદના, નમસ્કાર કરવું તે કલ્પનીય નથી. તેઓના બોલાવ્યા વગર બોલવું કે વારંવાર બોલવું, તથા તેમને ગુરુ બુદ્ધિથી અસણં, પાણં, ખાઈમં, સાઈમં રૂપ ચતુર્વિધ આહાર આપવો અને ગુરુબુદ્ધિથી તેમને આગ્રહ કરવો અને તેમને આસનાદિ પ્રદાન કરવું, તેમના જવાથી ઊભા થઈને તેમનું બહુમાન કરવું કે ભક્તિભાવ કરવો તે કલ્પતો નથી.''
આ પ્રકારે આનંદ શ્રાવકે સમ્યક્ત્વ-દઢતા બતાવીને અંત સુધી પોતાનું સમ્યગ્દર્શનને સાચવી રાખ્યું.
(૩) દાન: મિથ્યાત્વીને અનુકંપાથી દાન આપે ગુરુબુદ્ધિએ નહીં, ગુરુને પૂજ્યભાવથી દાન આપે અને સાધર્મિકભાઈઓને વાત્સલ્યથી દાન આપે.
(૪) માનઃ અન્યમતિ-મિથ્યાત્વીનો ધર્મબુદ્ધિથી સત્કાર સન્માન ન કરે અને સમકિતીનો આદર, સત્કાર અને બહુમાન કરે.
૧૯૪
સમકિત