________________
(૫) વંદનાઃ મિથ્યાત્વીને ગુરુબુદ્ધિથી વંદના ન કરે અને સમકિતીને વંદન, નમસ્કાર કરે.
(૬) ગુણગ્રામઃ મિથ્યાત્વીના ગુણગ્રામ ન કરે, ગુણીજનોના ગુણ પ્રગટ કરે. બહુમાન કરે. અનુમોદન કરવું અને ગુણને પ્રગટ કરવા તે બાબતમાં પણ જયણા રાખવી ખૂબ જ અગત્યની વાત છે.
તે એવી રીતે છે કે જેટલી ચીજ અનુમોદનીય છે તેટલીની પ્રશંસા થવી જ જોઈએ એવો કાયદો નથી. ઘણાના ગુણ એવા પણ હોય છે કે જોઈને આનંદ થાય પણ તેને બહાર ખુલ્લા બોલાય નહીં. દા.ત. દાન તો સારું પણ ચોરના દાનની પ્રશંસા કરનારને પણ દુનિયા ચોરનો સાથી સમજે અથવા તો બીજાને પણ ચોરી કરીને થોડું દાન કરીવાની હિંમત આપે. આ જ રીતે વેશ્યાની સુંદરતાના વખાણ થાય નહીં. સુંદરતા તો ગુણ છે પણ વેશ્યાની સુંદરતાને વખાણનાર ક્યારેય સદાચારી ન હોઈ શકે.
આમ ખરાબ જગ્યામાં પડેલા સારા ગુણની અનુમોદના કરાય પણ બહાર ન મુકાય એ ગુણોને ખાલી ગુણ તરીકે બહાર મુકાય પણ તે આવી વ્યક્તિના ગુણો છે તે રીતે બહાર ન મુકાય.
આજ રીતે મિથ્યામતિઓની પ્રસંશા કરી મિથ્યામતને ફેલાવી રહ્યા છે તેમના સારા ગુણોની પણ જાહેરમાં પ્રશંસા કરાય નહીં. આનાથી પોતે જાણતા અજાણતા બીજા જીવોને તેમના તરફ આકર્ષવામાં મદદરૂપ થઈ શકે છે અને તેનાથી પોતાના કે અન્યના સમ્યક્ત્વને ખોવાની શક્યતા થઈ શકે છે.
જે ગુણો યોગ્ય સ્થાનમાં હોય તેની પ્રશંસા બરાબર છે. પણ જે ગુણો પણ અયોગ્ય સ્થાનમાં હોય તે ગુણ ગુણાભાસ છે. એ કારણે એની પ્રશંસા એ સમ્યક્ત્વમાં દૂષણ છે.
ગુણ જોઈ આનંદ થાય એ પ્રમોદભાવના છે પણ અયોગ્ય સ્થળે રહેલા ગુણની પ્રશંસા એ સમ્યક્ત્વને દૂષિત કરનાર છે.
સજ્જન જાણે બધું પણ આચરે યોગ્ય જ, જ્યારે દુર્જન જાણે બધું, પણ અમલ અયોગ્યનો જ કરે. સજજન અને દુર્જનમાં આ અંતર છે.
મિથ્યામતિમાં પણ ગુણ તો હોઈ શકે છે પણ એ ગુણ વાસ્તવિક રીતે પ્રશંસાપાત્ર નથી. એ ગુણથી સમ્યગ્દષ્ટ આત્માને આનંદ જરૂર થાય, આ ગુણો પોતાના જીવનમાં ઉતારવાની
સમકિત
૧૯૫