________________
ભાવના પણ સમ્યગદષ્ટિ આત્માને જાગે પણ એ ગુણને લઈને જેનામાં એ ગુણ હોય તેની, ઉન્માર્ગનો પ્રચાર થાય એ રીતની પ્રશંસા કરે નહીં.
જ્ઞાનીઓનું કહેવું છે કે “સમર્થ આત્માને માટે કાયદો જુદો છે. એને તો મિથ્યાદષ્ટિઓની સભામાં જવાની પણ છૂટ છે. તેની સાથે વાદ કરવાની પણ છૂટ છે કેમ કે એનામાં તો ઉન્માર્ગમાં રહેલા બીજાને પણ સન્માર્ગમાં ખેંચી લાવવાની શક્તિ છે.
શ્રી સિદ્ધ પરમાત્મા, શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાને જ અનુસરનારા શ્રી આચાર્ય ભગવાન, શ્રી ઉપાધ્યાય ભગવાન, શ્રી સાધુ ભગવાન, શ્રાવક-શ્રાવિકા અને મોક્ષમાર્ગની સન્મુખ બનેલા આત્માઓ-એ સિવાય આ દુનિયામાં બીજી કોઈ પણ વસ્તુ પ્રશંસાને પાત્ર નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવના શાસનને પામેલા પ્રશંસા કરે તો તે આટલાની જ કરે.
જેની પ્રશંસાથી સાચા ગુણીઓ પ્રત્યે જગતના જીવો બેદરકાર બને તેની પ્રશંસા તારનારી નથી, પરંતુ ડુબાડનારી છે. યોગ્યની પણ પ્રશંસા કરતા કોઈપણ રીતે મિથ્યામતને પુષ્ટિ મળી જાય નહિ તેવી અવશ્ય કાળજી રાખવી જોઈએ.
તેથી આવા સમ્યગૃષ્ટિ જીવો માટે કહેવાય છે કે તે કિંચિત પાપને આચરે છે તો તે પાપનો બંધ અલ્પબંધ થાય છે. શ્રી વંદિત્તા સૂત્રમાં “સમ્મરિફી નીવો” એવી જે છત્રીસમી ગાથા છે તેમાં આ વાત કહી છે.
આ જયણાઓ “ઉપાસકદશાંગ” સૂત્રમાં બતાવી છે.
(૧૧) ભાવના છેઃ આ છ પ્રકારની ભાવના સમ્યગ્દર્શનને સુદૃઢ અને મજબૂત રાખે છે.
જ્યારે જ્યારે સમ્યગદર્શનનું મહત્ત્વ આપણે ભૂલી જઈએ છીએ અને જ્યારે આપણને એમ લાગે છે કે સમ્યગ્ગદર્શન એવું તે શું છે કે જેના વગર આપણે આગળ વધી ન શકીએ? ત્યારે આપણે વિચારેલી આ ભાવનાઓ આપણને ફરીથી સમ્યગ્ગદર્શનનું મહત્વ સમજાવે છે. આ ભાવનાઓ નીચે પ્રકારે છે.
(૧) સમ્યગદર્શન ધર્મરૂપી વૃક્ષનું મૂળ છેઃ આ ભાવનામાં સમ્યગ્દષ્ટિએ વિચારવું કે વૃક્ષને સ્થિર અને ઊભું રાખવામાં તેના મૂળિયાઓનો જ આધાર છે. ગમે તેટલું તોફાન, વાવાઝોડું આવે પણ વૃક્ષ મૂળિયાઓના આધારે ખૂબ જ ૧૯૬
સમકિત