________________
અર્થાત્ સમ્યક્તના ત્રણ પ્રકાર છે-(૧) કારક (૨) રોચક (૩) દીપક
(૧) કારક સમ્યકત્વઃ જે સમ્યગ્દર્શનના હોવાથી વ્યક્તિ સદાચરણ અને સમ્યકચારિત્ર ઉપર યથાર્થ શ્રદ્ધાન કરે છે, પણ ફક્ત શ્રદ્ધાન કરીને ત્યાં અટકી જતો નથી. તેનું આચરણ પણ કરે છે. તે ઉપરાંત બીજાને પણ પ્રેરણા આપીને સદાચારમાં પ્રવૃત્તિ કરાવે છે. આ સમ્યત્વ વિશુદ્ધ ચારિત્રવાનમાં હોય છે. તે ૫, ૬, ૭મા ગુણસ્થાનકવાળાને હોય છે.
(૨) રોચક સભ્યદર્શનઃ આ સમ્યગદર્શનના પ્રભાવથી સ્વયં માત્ર શ્રદ્ધા કરે છે પરંતુ તેને અનુકૂળ આચરણ (સમ્યક્રચારિત્રનું પાલન) કરી શકતા નથી. તે ચોથા ગુણસ્થાનકવાળાને હોય છે. આમાં વ્યક્તિ શુભાશુભ અને શુદ્ધનો નિશ્ચય કરી શકે છે. શુદ્ધની પ્રાપ્તિની ઈચ્છા પણ કરે છે. પરંતુ ચારિત્રમોહનીય કર્મના ઉદયવશ તે વ્યક્તિ પ્રયત્ન કરી શકતો નથી. સંસારના બંધનમય સ્વરૂપને બરાબર જાણે છે. એ પણ ખબર હોય છે કે સંવર, નિર્જરા આદિ દ્વારા સંસારથી મુક્તિ પમાય છે, મુક્તિ પામવા પણ માગે છે, મુક્તિનો માર્ગ પણ ખબર હોય છે, પરંતુ કર્મોના ઉદયના હિસાબે સમ્યક્રચારિત્રનું પાલન કરી શકતી નથી. જેમ કે શ્રેણિક રાજા તત્ત્વોને ભલીભાંતી જાણતા હતા, મોક્ષ પ્રાપ્તિ પણ કરવા માંગતા હતા, પરંતુ ચારિત્ર-મોહનીય વશ થઈને વ્રત-નિયમ આદિ કંઈ પણ પાલન કરી શકતા ન હતા. આવી અવસ્થાની તુલના મહાભારતમાં દુર્યોધનના વાક્ય જોડે કરી શકાય છે કે –
નાનામિ ધર્મ, ન ૪ ને પ્રવૃત્તિઃ નાનાચ ન ર ને નિવૃત્તિ: ”
“હું ધર્મને જાણું છું પણ તેમાં પ્રવૃત્તિ નથી કરી શકતો અને અધર્મને પણ જાણું છું પણ તેમાંથી નિવૃત્તિ નથી કરી શકતો”
૩) દિપક સમ્યકત્વ - જેમ દીપક અંધકારને દૂર કરે છે અને વસ્તુઓને પ્રકાશિત કરે છે પણ પોતાની નીચે તો અંધકાર જ રહે એ જ રીતે આ પ્રકારનું સમ્યક્ત્વમાં સ્વયં તો તત્ત્વશ્રદ્ધાનરહિત મિથ્યાષ્ટિ હોય છે પરંતુ બીજાને તત્ત્વશ્રદ્ધાન કરાવે છે. પોતે પોતાના આત્માને પ્રકાશિત નથી કરી શકતા, શ્રદ્ધાશીલ પણ થઈ નથી શકતા. આ રીતે દીપકની જેમ બીજાને પ્રકાશિત કરી પોતે અંધકારમાં હોય તે જ રીતે પોતે શ્રદ્ધા ન પામતા બીજાને તત્ત્વશ્રદ્ધા કરાવી સમ્યત્વમાં લઈ જાય છે. જેમ અંગારમઈકાચાર્યની જેમ સ્વયં તત્ત્વશ્રદ્ધારહિત મિથ્યાદષ્ટિ રહી બીજાને ધર્મોપદેશ વડે તત્ત્વશ્રદ્ધા ઉત્પન્ન કરાવે છે.
સમકિત
૧૫૭