________________
આમ, જોવા જઈએ તો પહેલા બે ભાગ તે સમ્યત્વ પામનારાની અપેક્ષા એ છે અને દીપક સમ્યક્ત્વ તે સમ્યક્ત્વ પમાડનારાની અપેક્ષાએ છે.
દીપક સમ્યકત્વ માત્ર નામથી સમ્યકત્વ છે. જીવ સાથે એનો સંબંધ હોતો નથી. દીપક સમ્યકત્વી (મિથ્યાદૃષ્ટિ જીવ) ના ઉપદેશથી બીજાને સમ્યકત્વ પમાડવામાં કારણરૂપ હોય છે. આમ, સમ્યત્વના કારણમાં કાર્યની સહાય છે તેથી આચાર્યો એ તેને સમ્યકત્વ કહ્યું છે.
શ્રેણીની અપેક્ષાએ સમ્યકૃત્વના ત્રણ ભેદઃ
સમ્યગદર્શનના કર્મપ્રકૃતિના પ્રમાણે ત્રણ ભેદ થાય છે. જેમાં કર્મપ્રકૃતિનો ૧) ઉપશમ ૨) ક્ષય ૩) ક્ષયોપશમના આધારથી ભેદ પડે છે.
જૈનધર્મની બંને પરંપરા શ્વેતાંબર અને દિગંબરમાં સમ્યગદર્શના આ ત્રણ ભેદને માન્યા છે.
સામાન્ય રીતે દર્શનમોહનીયની ત્રણ ૧) સમ્યકત્વ મોહનીય ૨) મિશ્ર મોહનીય ૩) મિથ્યાત્વ મોહનીય અને ચારિત્રમોહનીયમાં અનંતાનુબંધી ૪) ક્રોધ ૫) માન ૬) માયા ૭) લોભ આ સાતેય કર્મપ્રકૃતિઓ સમ્યગ્ગદર્શનની વિરોધી મનાય છે. સમ્યકત્વ મોહનીયને છોડીને જો બાકીની ૬ પ્રકૃતિઓ જો ઉદયમાં હોય તો સમ્યગ્ગદર્શન પ્રગટ થાય નહીં.
આ સાતમાંથી માત્ર સમ્યકત્વ મોહનીય જ એવી કર્મપ્રકૃતિ છે કે જેનો ઉદય હોવા છતાં પણ આત્માને જીવાદિ ૯ તત્ત્વો ઉપર શ્રદ્ધા થઈ શકે છે. આ સમ્યત્વ મોહનીય કર્મ આવરણ રુપ હોવા છતાં પણ આત્માના તત્ત્વશ્રદ્ધાનમાં બાધા પહોંચતી નથી. એ ખાલી સમ્યકત્વની નિર્મળતા અને વિશુદ્ધિમાં બાધા પાડી શકે છે.
હવે આપણે કર્મપ્રકૃતિના પ્રમાણે જે ત્રણ ભેદ કહ્યા છે તેનાં લક્ષણ જોઈએ.
૧) ઉપશમ (પથમિક) સમ્યગદર્શન દર્શનમોહનીયની ત્રણ અને અનંતાનુબંધી કષાય ચાર આ સાત પ્રકૃતિઓના ઉપશમ થવાથી જે આત્માનું પરિણામ થાય છે તેને ઉપશમ સમ્યકત્વ કહેવાય. આ સાતેય પ્રકૃતિઓને દર્શન મોહસતકિ પણ કહેવાય છે.
“ઉપશમ” એટલે શાંત થવું, દબાઈ જવું, જેમ ડહોળા પાણીમાં ફટકડી ફેરવવાથી માટી વગેરે નીચે બેસી જાય છે અને પાણી ઉપર સ્વચ્છ બની જાય છે, તેમ મિથ્યાત્વ આદિનો ૧૫૮
સમકિત