________________
ઉદય શાંત થવાથી જીવના પરિણામ વિશુદ્ધ બની જાય છે. પરંતુ જેમ પાણી હલાવવાથી પાછું ડહોળાઈ જાય તેમ મિથ્યાત્વ અને અનંતાનુબંધીના ઉદયથી જીવનું પરિણામ ફરી અશુદ્ધ બની જતાં સમ્યક્ત્વ નાશ પામે છે.
આ સમ્યક્ત્વ જ્યારે હોય છે ત્યારે તે ક્ષાયિક સમ્યક્ત્વ જેવું જ નિર્મળ અને સંદેહરહિત હોય છે. પણ ફરક એ છે કે સમ્યક્ત્વમાં પાછો દર્શનસકનો ઉદય થાય છે જ્યારે ક્ષાયિક સમ્યક્ત્વમાં દર્શનસસકનો સર્વથાથી નાશ થઈ ગયો હોય છે.
કષાય પાહુડમાં ઉપશમ સમ્યગ્દર્શન સમ્પન્ન જીવની વિશેષતા બતાવતા કહ્યું છે કે
'उवसामगो च सव्वो णिव्वाधादो तहाणिरासाओ”
- સમ્યગ્દર્શન; (પાનું ૩૩૯, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બ્યાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧)
“દર્શનમોહનો ઉપશમ કરનારો જીવ ઉપદ્રવ કે ઉપસર્ગ આવે ત્યારે તેનો પણ ઉપશમ અવશ્ય કરે છે.’’
ઉપશમ સમકિતની સ્થિરતા લાંબી હોતી નથી. શાસ્ત્રીય માન્યતા પ્રમાણે આ સમ્યક્ત્વ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી જ ટકી શકે છે. તેમાં પછી ઉપશમાવેલી કર્મપ્રકૃતિઓ ફરી ઉદયમાં આવી તેને નષ્ટ કરે છે. અને પછી જીવ મિથ્યાત્વમોહ, મિશ્રમોહ કે સમ્યક્ત્વમોહ આ ત્રણ દર્શનમોહમાંથી કોઈ પણ એકને પ્રાપ્ત કરે છે. આ પ્રકારના સમ્યક્ત્વમાં અંતર પડે તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તન કાળ, આ સમ્યગ્દર્શન જીવને એક ભવમાં જઘન્ય એકવાર અને ઉત્કૃષ્ટ બે વાર થાય છે, અને બધા ભવ મળીને જઘન્ય એકવાર અને ઉત્કૃષ્ટ પાંચ વાર થાય છે.
કર્મ પ્રકૃતિ ઉદયમાં ન આવી જાય કે તેની ઉદીરણા પણ ન થઈ જાય તેવી રીતે કર્મને અમુક કાળ માટે દબાવી રાખવાં તે કર્મનો ઉપશમ છે. ઉપશમ કરેલી કર્મ પ્રકૃતિનો વિપાકોદય કે પ્રદેશોદય હોતો નથી.
૨) ક્ષાયિક સમકિતઃ
દર્શન સમક (મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યક્ત્વ મોહનીય, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ) આ સાતના સંપૂર્ણ ક્ષયથી થતાં જીવના પરિણામ વિશેષને ક્ષાયિક
સમકિત
૧૫૯