________________
(૧૦) પરમાવગાઢ સમ્યકત્વ અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન દ્વારા જીવાદિ પદાર્થોને સાક્ષાત જાણીને જ પ્રગાઢ (મજબૂત) શ્રદ્ધાન થાય છે. તે શ્રદ્ધામાં પરમાવગાઢપન હોય છે, અને તેનાથી તેમનું સમ્યગદર્શન પરમાવગાઢ-સમ્યગ્દર્શન કહેવાય છે.
આ રીતે તત્ત્વાર્થ રાજવાર્તિકમાં દસ પ્રકારના દર્શનને લઈને સમ્યગદર્શનના ૧૦ ભેદ બતાવ્યા છે. "दर्शनार्या दशधा-आज्ञामार्गोपदेशसूत्रबीजसंक्षेपविस्तारार्थावगाढरपरमा वगाढरुचिभेदात्" ગોમ્મસાર જીવકાંડમાં આશા-સમ્યગ્રદર્શનની વિશેષતા બતાવતા કહ્યું છે કે જે વ્યક્તિ અરિહંત આદિ દ્વારા પ્રવચનના પ્રતિ અથવા આપ્ત, આગમ અને પદાર્થોના પ્રતિ શ્રદ્ધા કરી લે છે. તે પણ સમ્યગદૃષ્ટિ કહેવાય છે, કારણ કે તેણે પોતાના ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી.
દિગંબર મતમાં આજ્ઞારુચિ આદિ રુચિભેદથી જે સમ્યગદર્શન થાય છે તેને પ્રારંભિક ભૂમિકાનું સમ્યગદર્શન કહેવાય છે. શ્વેતાંબર મતમાં આને સરાગ સમ્યગ્ગદર્શન કર્યું છે.
કારક, રોચક અને દીપક સમ્યગદર્શન
મનુષ્ય પોતાના જીવનમાં ઘણી વસ્તુઓ પર વિશ્વાસ મૂકે છે પણ દરેક વ્યક્તિનો વિશ્વાસ એક સરખો હોતો નથી.
ઘણી વ્યક્તિઓ એવી હોય છે કે જેના ઉપર વિશ્વાસ મૂકે છે તેને પોતાના જીવનમાં ઉતારે છે. માત્ર વાતો કરીને તેને છોડી દેવામાં માનતા નથી.
ઘણા એવા હોય છે કે તેમને શ્રદ્ધા તો થઈ જાય છે પણ પોતાના જીવનમાં ઉતારવાનું સાહસ કરતા નથી.
અને ઘણા તો એવા કાચા હોય છે કે તે પ્રવચન આપી બીજાને સમજાવી શકે છે. બીજાને શ્રદ્ધાળુ બનાવી શકે છે. પણ સ્વયં તેના ઉપર વિશ્વાસ મૂકતા નથી., આમ જુદા જુદા પાત્રોની અપેક્ષાથી સમ્યગ્ગદર્શનના જૈનાચાર્યોએ ત્રણ ભાગ બતાવ્યા છે.
“વરા-રોયા-વીવાહવા...” - વિશેષાવશ્યક ભાષ્ય; ગાથા ૨.૨૬૭૫ (પાનું ૩૮૯, પ્રકાશકઃ ભેરુમલ કોઠારી રીલીજીયસ ટ્રસ્ટ, ચંદનબાલા, વાલકેશ્વર, મુંબઈ, વર્ષ વિ.સં. ૨૦૪૦) ૧૫૬
સમકિત