________________
આનાં લક્ષણ નીચે પ્રમાણે છે.
૧) આજ્ઞા સમ્યક્ત્વઃ-દર્શનમોહનો ઉપશાંત થવાથી ગ્રંથના આધાર વગર કે ઉપદેશ વગર અરિહંત ભગવાન સર્વજ્ઞ વીતરાગની આજ્ઞા માત્રને માનીને તેનાથી જે તત્વાર્થ શ્રદ્ધાન ઉત્પન્ન થાય છે. આને આજ્ઞા સમ્યક્ત્વ, આજ્ઞા રુચિ અથવા આશોદભવ સમ્યક્ત્વ કહેવાય.
(૨) માર્ગ સમ્યક્ત્વઃ- દર્શનમોહના ઉપશમથી શાસ્ત્રો અને ગ્રંથોને જાણ્યા વગર રત્નત્રયરૂપ કલ્યાણકારી મોક્ષમાર્ગ પર રુચિ ને શ્રદ્ધાન થવાથી જે સમ્યગ્દર્શન થાય તે માર્ગ સમ્યગ્દર્શન કહેવાય.
(૩) ઉપદેશ સમ્યક્ત્વઃ- તીર્થંકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ વગેરે શલાકા પુરુષોના ચરિત્રનો ઉપદેશ સાંભળવાથી જે તત્ત્વ શ્રદ્ધાન થાય છે તે ઉપદેશ સમ્યગ્દર્શન કહેવાય.
(૪) સૂત્ર સમ્યક્ત્વઃ- જૈન આગમો, ગ્રંથો આદિ શાસ્ત્રોનું શ્રવણ કરવાથી તત્ત્વાર્થ શ્રદ્ધાન થાય છે. તેને સૂત્ર-સમ્યગ્દર્શન કહેવાય છે.
(૫) બીજ સમ્યક્ત્વઃ- જીવાદિ પદાર્થો અને ગણિતાનુયોગનું જ્ઞાન અને કાર્યણવર્ગણા અને આત્માના પરિણામોની સ્થિતિ આદિના બીજગણિતથી પદાર્થોનો નિશ્ચય કરીને જે શ્રદ્ધાન થાય છે તે બીજ સમ્યગ્દર્શન કહેવાય.
(૬) સંક્ષેપ સમ્યક્ત્વઃ- જે ભવ્ય જીવ દેવ, આગમ (શ્રુત), ધર્મ આદિ પદાર્થોના સ્વરૂપ સંક્ષેપમાં જાણી અને તેનાથી તત્વાર્થ શ્રદ્ધાન કરી લે છે એ સમ્યગ્દર્શનને સંક્ષેપ સમ્યગ્દર્શન કહેવાય છે.
(૭) વિસ્તાર સમ્યક્ત્વઃ- બાર અંગ, ચૌદ પૂર્વ, ઉપાંગોને વિસ્તારથી સાંભળી તત્ત્વાર્થોનો નિશ્ચય કરી અને તેના ઉપર શ્રદ્ધાથી જે સમ્યગ્દર્શન થાય તે વિસ્તાર સમ્યગ્દર્શન કહેવાય.
(૮) અર્થ સમ્યક્ત્વઃ- અંગો અને શાસ્ત્રો વાંચ્યા વગર તેમાં કહેલા કોઈ પદાર્થના નિમિત્તથી અર્થ સમજાય અને તેનાથી જે શ્રદ્ધાન થાય અને સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય તે અર્થ સમ્યગ્દર્શન
(૯) અવગાઢ સમ્યક્ત્વઃ- અંગબાહ્ય આદિ આગમોને પૂર્ણરૂપે જાણે અને સાંભળે અને તેનાથી તેના ઉપર દૃઢતાપૂર્વક શ્રદ્ધા થાય અને સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય તે અવગાઢ સમ્યગ્દર્શન.
સમકિત
૧૫૫