________________
પ્રકારના સમ્યક્ત્વ બતાવ્યા છે. શ્વેતાબંર અને દિગંબર પરંપરામાં અમુક નામોમાં ફરક છે.
સ્થાનાંગસૂત્રમાં આ દસ રુચિરૂપ સમ્યગ્દર્શનને સરાગ-સમ્યગ્દર્શન કહ્યું છે. કારણ કે રુચિ તે એક પ્રકારની ઈચ્છા છે. અને ઈચ્છા “રાગ’” વગર થઈ શકે નહીં. વીતરાગ પુરુષોમાં રુચિ કે ઈચ્છા હોતી નથી. એટલે એમના સમ્યગ્દર્શનને રુચિરૂપ બતાવ્યું નથી. પણ જે જીવોનો મોહનીયકર્મ ઉપશાંત કે ક્ષીણ નથી થયું તેમની તત્ત્વાર્થ શ્રદ્ધા રુચિરૂપ હોય છે. તેથી સરાગ સમ્યગ્દર્શનમાં આ દસ રુચિરૂપ સમ્યગ્દર્શનનો સમાવેશ થાય છે.
"दसविहे सरागसम्मदंसणे पण्णते, तं जहा निसग्गुवएसरुई आणरुई, सुत्तबीयरुइमेव । અમિશન-વિસ્થાર્દૂ, વિરિયા સંવેવ ધમ્મરુડું ||”
- સ્થાનાંગસૂત્ર; ગાથા ૧૦.૩ (લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર) મુંબઈ, વર્ષ ૨૦૦૯)
=
અર્થાતઃ- જેનું મોહનીય કર્મ ઉપશાંત કે ક્ષીણ નથી થયું એવા સરાગ-સમ્યગ્દર્શન-તત્ત્વાર્થ શ્રદ્ધાન દસ પ્રકારના કહ્યા છે. તે આ પ્રકારે છે-નિસર્ગરુચિ, ઉપદેશરુચિ, આજ્ઞારુચિ,સૂત્રરુચિ, બીજરુચિ,અભિગમરુચિ, વિસ્તારરુચિ, ક્રિયારુચિ, સંક્ષેપરુચિ, અને ધર્મરુચિ સમ્યગ્દર્શન.
દિગંબર પરંપરામાં આ દસ ભેદોમાં અમુક નામો તો સરખા છે પણ ત્યાં આ દસ પ્રકારના સમ્યગ્દર્શનને રુચિરૂપ નથી માન્યા. તેની વ્યાખ્યામાં થોડું અંતર છે.
‘‘મુદૃષ્ટિતરંજિળી’ માં આ દસ સમ્યગ્દર્શનોનાં નામ “આળા-મળ-નવસો, સુત્ત-વીય-સંàવ-વિસ્થારો अत्थावगाढ-महागाढं समत्तं जिणभासियं उ दसहा ॥" -સુદૃષ્ટિતરંગિણી ગા-૫
અર્થાતઃ- જિનભાષિત સમ્યક્ત્વ દસ પ્રકારના છે
૧) આજ્ઞા સમ્યક્ત્વ ૨) માર્ગ સમ્યક્ત્વ ૩) ઉપદેશ સમ્યક્ત્વ ૪) સૂત્ર સમ્યક્ત્વ ૫) બીજ સમ્યક્ત્વ ૬) સંક્ષેપ સમ્યક્ત્વ ૭) વિસ્તાર સમ્યક્ત્વ ૮) અર્થ સમ્યક્ત્વ ૯) અવગાઢ સમ્યક્ત્વ ૧૦) મહાગાઢ અથવા પરમાવગાઢ સમ્યક્ત્વ. પણ તત્ત્વાર્થ રાજવાર્તિક ગ્રંથમાં આ દસ સમ્યગ્દર્શનને રુચિરૂપ માન્યા છે.
૧૫૪
સમકિત