________________
ગુણસ્થાનથી જ પ્રગટ થઈ શકે છે. આ કારણના હિસાબે ચોથા ગુણસ્થાનથી જ નિશ્ચય સમ્યગદર્શનનો પ્રારંભ થઈ શકે છે અને તેનામાં સમ્યગદર્શનમાં આવવાથી આંશિક રૂપે વીરાગતા પણ પ્રગટ થાય છે. અને તેના હિસાબે તે વીતરાગ-સમ્યગદર્શન પણ કહેવાય છે.
જાનચેતના
ઘણાનું માનવું એમ છે કે જ્ઞાનચેતના માત્ર વીતરાગ-નિર્વિકલ્પક (જેણે હવે વિચારવાનું રહ્યું નથી) સમ્યગદષ્ટિને જ હોય છે. સવિકલ્પક (જેને હજી મનથી વિચારવાનું રહે છે.) સરાગ સમ્યગદૃષ્ટિને નહીં.
પરંતુ આ વાત બરાબર નથી.
જેમ અગ્નિ અને તેનો તાપ બંને એક જ છે. જ્ઞાન આત્માનો સ્વભાવ અને ગુણ છે. આના લીધે સરાગ સમ્યગ્દષ્ટિમાં રાગ હોવાથી જ્ઞાનચેતના ન હોય તે માનવું ઠીક નથી. સરાગ સમ્યગદષ્ટિમાં ચારિત્ર સંબંધી રાગનો દોષ હોય છે. તે રાગને સમ્યગદર્શનમાં જોડી દેવો તે બરાબર નથી.
આ કારણે બંને સરાગ અને વીતરાગ બંને સમ્યગ્રદર્શનોમાં શાનચેતના હોય છે.
આ પ્રકારે પાત્રની અપેક્ષાથી સમ્યગ્રદર્શનના બે ભેદ થયા. પરંતુ બન્નેમાં દેવ-ગુરુ-ધર્મ સંબંધી ત્રણ મૂઢતાઓ, જાતિ કુલ આદિ સંબંધી ૮ મદ, કુદેવ, કુગુરુ અને કુધર્મ આ ત્રણ અને આ ત્રણના ઉપાસક, આ છ અનાયતનો, તથા શંકા, કંખા આદિ ૮ દોષો અને ૨૫ પ્રકારના મિથ્યાત્વથી રહિત હોવું તે જરૂરી છે. સમ્યગ્દર્શનના જુદી જુદી અપેક્ષાએ ભેદો રુચિઓની અપેક્ષાથી સમ્યગદર્શનના દસ ભેદઃમનુષ્ય સ્વતંત્રતાપ્રિય છે. જીવનની સ્વતંત્ર ઈચ્છાનું નામ રુચિ છે. હિન્દીમાં રુચિને દિલચસ્પી કે પસંદગી પણ કહેવામાં આવે છે. જે ચીજ સારી લાગે અને પસંદ હોય તો તે ચીજ ઉપર જ વ્યક્તિની રુચિ રહે છે. અને એ રુચિ પ્રમાણે જ એ કાર્ય કરે છે.
સમ્યગ્ગદર્શન પ્રાપ્ત કરવાવાળી વ્યક્તિઓની મુખ્યત્વે દસ પ્રકારની રુચિઓ શ્વેતાંબર પરંપરા આગમોમાં બતાવી છે. દિગંબર પરંપરામાં પણ દસ પ્રકારની રુચિ અને તેના આધારથી દસ સમકિત
૧૫૩