________________
રાજવાર્તિકમાં આ મુદ્દાને સ્પષ્ટ કરતાં કહ્યું છે કે "सप्तानां कर्मप्रकृतिनां आत्यन्तिकेडपगमे सत्यात्मविशुद्धिमात्रमितरद् वीतरागसम्यकत्वमि યુવ્યતે” - તત્ત્વાર્થરાજવાર્તિક; ૧.૧.૨.૧૦ (ફકરો) (પાનું ૨૨, લેખકઃ આચાર્ય અકલંકદેવ, પ્રકાશકઃ ભારતીય જ્ઞાનપીઠ, કાશી, (ઉ.પ્ર.), વર્ષ ૧૯૫૩) “દર્શનમોહનીયની ત્રણ અને અનંતાનુબંધી ચાર એમ સાત પ્રકૃતિઓનો સર્વથા ક્ષય થઈ જવાથી જે આત્માશુદ્ધિ માત્ર પ્રકટ થાય છે તેને પણ વીતરાગ-સમ્યક્ત કહેવાય છે.” દ્રવ્યસંગ્રહની ટીકામાં આ સરાગ અને વીતરાગ એ બંનેને વ્યવહાર અને નિશ્ચયની સાથે સરખાવતાં બતાવ્યું છે કે "शुद्धजीवादि तत्त्वार्थ-श्रद्धानलक्षणं सरागसम्कत्वाभिधानं व्यवहारसम्यकत्वं विज्ञेयम | .... वीतरागचारित्राविनाभूतं वीतरागसम्यकत्वाभिधानं । निश्चयसम्यकत्वं च ज्ञातव्यम् ।" -દ્રવ્યસંગ્રહ ટીકા ૪૧-૧૭૭-૧૨
શુદ્ધ જીવ આદિ તત્ત્વાર્થો ઉપરના શ્રદ્ધાનરૂપ સરાગ સમ્યક્તને વ્યવહાર-સમ્યગદર્શન જાણવું જોઈએ, અને વીતરાગચારિત્ર વગર ન થાય એવું વીતરાગ સમ્યગ્રદર્શનને નિશ્ચય સમ્યગદર્શન સમજવું જોઈએ.
આ સંબંધમાં અમુક આચાર્યોમાં મતભેદ છે. એમનું કહેવું છે કે વીતરાગ-સમ્યગ્દર્શનની સાથે વીતરાગ ચારિત્ર હોવું તે જરૂરી છે. જો આમ માનીએ તો પ્રશ્ન ઊભો થાય છે કે.
ગૃહસ્થ અવસ્થામાં તીર્થકર, ભરત ચક્રવર્તી, રામ, પાંડવ, શ્રેણિક મહારાજા આદિનો “નિજ શુદ્ધાત્મામાં જ ઉપાદય હતો.” આવા પ્રકારનું રુચિરૂપ નિશ્ચય-સમ્યકત્વ હતું. પણ તેમનામાં વીતરાગ ચારિત્ર (યથાખ્યાત ચારિત્ર) હતું નહીં. એ સમયે તેઓ સંયમી સાધુ પણ ન હતા. આ મુદ્દા પરથી પૂર્વાપર વિરોધ થાય છે. આ કારણે વીતરાગ ચારિત્રની સાથે નિશ્ચય સમ્યગુદર્શનને એ રીતે જોડાય છે કે જ્યાં જ્યાં વીતરાગ ચારિત્ર છે, ત્યાં ત્યાં નિશ્ચય સમ્યગદર્શન તો છે જ, પણ જ્યાં જ્યાં નિશ્ચય સમ્યગ્ગદર્શન છે ત્યાં ત્યાં વીતરાગ ચારિત્ર હોવું તે જરૂરી નથી. હકીકતમાં સમ્યગદર્શન દર્શનમોહનીયની ૩ અને અનંતાનુબંધી કષાયની ૪ એ સાત કર્મપ્રકૃતિઓના ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમથી થાય છે. તે આત્માની શ્રદ્ધા ગુણનો નિર્મળ પર્યાય છે. તે ચોથા
સમકિત
૧૫૨