________________
पमत्तसंजए, अप्पमत्तसंजए, णिअट्टिबायरे, अणिअट्टिबायरे, सुहुमसंपराए,
હવસામણે વા હવઘુ વા નવસંતનોદે છીણમોહે, સનોની વતી, અનોની વલી'
- સમવાયાંગ સૂત્ર; ગાથા ૧૪.૪ (પાનું ૭૨, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર) મુંબઈ, વર્ષ ૨૦૦૯)
અર્થ:- કર્મોની વિશુદ્ધિની પ્રાપ્તિ કરવાના ઉપાયોની અપેક્ષાએ ચૌદ જીવસ્થાન બતાવ્યા છે. જેમ કે ૧) મિથ્યાદષ્ટિ ૨) સાસ્વાદન સમ્યક્દષ્ટિ ૩) સમ્યકમિથ્યાદષ્ટિ (મિશ્ર દૃષ્ટિ) ૪) અવિરત સમ્યક્દષ્ટિ ૫) વિરતાવિરત (દેશવિરત) ૬) પ્રમત્તસયંત ૭)અપ્રમત્તસયંત ૮) નિવૃત્તિબાદર ૯) અનિવૃત્તિબાદર ૧૦) સૂક્ષ્મસંપરાય ૧૧) ઉપશાંતમોહ ૧૨) ક્ષીણ મોહ ૧૩) સયોગી કેવળી ૧૪) અયોગી કેવળી
આ જ રીતે ‘કર્મસ્તવ’ નામના બીજા કર્મગ્રંથમાં ચૌદ ગુણસ્થાનકનાં નામ નીચે બતાવેલી ગાથામાં દર્શાવ્યા છે.
"मिच्छे सासण मीसे अविरय देसे पमत्त अपमत्ते ।
નિટ્ટિ-અનિયટ્ટિ સુદુમો વામ-ચીન-સનોશિ-અ-નોશિશુળા ।।૨।।’’
કર્મગ્રંથ; ગાથા ૨.૨ (પાનું ૨૫૦, પ્રકાશકઃ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાલા, મહેસાણા, વર્ષ ૧૯૭૯)
અર્થઃ મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરત, દેશવિરત, પ્રમત્ત, અપ્રમત્ત, નિવૃત્તિ, અનિવૃત્તિ, સૂક્ષ્મ, ઉપશમ, ક્ષીણ, સયોગી, અયોગી, ગુણસ્થાનકો છે.
આજ રીતે સિદ્ધાંત-ચક્રવર્તી આચાર્યશ્રી નેમિચંદ્ર રચિત ગોમ્મટસાર જીવકાંડની ગાથા ૯ અને ૧૦માં ચૌદ ગુણસ્થાનક (જીવસમાસ)નાં નામ ક્રમાનુસાર દર્શાવ્યા છે. આ શોધ નિબંધના કેન્દ્રમાં રહેલી કનકસોમમુનિ કૃત ‘ગુણસ્થાન વિવરણ ચોપાઈ’માં ગાથા ૩, ૪ અને ૫માં આ ગુણસ્થાનકનાં નામ વર્ણવ્યા છે.
આ પ્રમાણે જીવની આધ્યાત્મિક અવસ્થા દર્શાવનાર ચૌદ ગુણસ્થાનકનાં નામ નીચે મુજબ છે.
૧) મિથ્યાત્વ ગુણસ્થાનક
૨) સાસ્વાદન સભ્યષ્ટિ ગુણસ્થાનક
૩) મિશ્ર (સમ્યક્ મિથ્યાદષ્ટિ) ગુણસ્થાનક
૨૯૨
સમકિત