________________
અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક ૫) દેશવિરતિ ગુણસ્થાનક ૬) પ્રમત્તસંયત ગુણસ્થાનક ૭) અપ્રમત્તસંયત ગુણસ્થાનક ૮) નિવૃત્તિબાદર ગુણસ્થાનક ૯) અનિવૃત્તિબાદર ગુણસ્થાનક ૧૦) સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક ૧૧) ઉપશાંતમોહનીય ગુણસ્થાનક ૧૨) ક્ષીણ મોહનીય ગુણસ્થાનક ૧૩) સયોગી કેવળી ગુણસ્થાનક
૧૪) અયોગી કેવળી ગુણસ્થાનક
આ પ્રમાણે ગુણસ્થાનનો પરિચય આપણે કર્યો. સીડી ઉપર કેવી રીતે ચઢાય છે? અને એમાં પણ મુખ્ય ભાગ ‘‘સમ્યગ્દર્શન’’ કેવી રીતે ભજવે છે? તે હવે ક્રમસર જોઈએ.
૧) મિથ્યાત્વ ગુણસ્થાનકઃ આપણે આગળ મિથ્યાત્વ મોહનીય વિષેજોયું અને જાણ્યું છે. મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી કુદેવમાં દેવ, કુગુરુમાં ગુરુ અને કુધર્મમાં ધર્મ શ્રદ્ધારૂપ જીવના પરિણામને મિથ્યાત્વ કહેવાય છે. દેવ, ગુરુ અને ધર્મના સત્ય સ્વરૂપથી અજાણ એવા જીવની અહીં પ્રારંભિક અજ્ઞાન અવસ્થા હોય છે. વીતરાગ-સર્વજ્ઞ પ્રણીત વાણીથી ઓછી, અધિક કે વિપરીત શ્રદ્ધા, પ્રરૂપણા કે સ્પર્શના કરે તેને મિથ્યાત્વ ગુણસ્થાનક કહેવાય છે.
આ ગુણસ્થાનક મોહનીય કર્મની બધી જ ૨૮એ પ્રકૃતિનો ઉદય હોય છે.
અહીં મુખ્ય એ સમજવું કે આત્મા આ ગુણસ્થાનકે અજ્ઞાનતાના કારણે અને તેનાથી થતી ખોટી શ્રદ્ધાના કારણે હોય છે.
૨) સાસ્વાદન સમ્યક્દષ્ટિ ગુણસ્થાનકઃ આ ગુણસ્થાનક પ્રાપ્ત થાય તો ઉપશમ સમકિતથી પાછા ફરતાં જીવને જ પ્રાપ્ત થાય છે. આ પ્રથમ ગુણસ્થાનકથી ચડતાં પ્રાપ્ત ન થાય કારણ કે અનાદિકાળનો મિથ્યાત્વી પ્રથમવાર સમકિત પ્રાપ્તિ વખતે પહેલા ગુણસ્થાનકથી ચોથા ગુણસ્થાનકે જ જાય છે.
આ ગુણસ્થાનકનું મુખ્ય લક્ષણ એ છે કે સમકિતને હજી પૂરેપૂરું છોડ્યું નથી અને મિથ્યાત્વના પૂર્ણ પરિણામની પ્રાપ્તિ હજી થઈ નથી.
સમકિત
૨૯૩