________________
ચોથા, પાંચમા કે છઠ્ઠા ગુણસ્થાનકે ઉપશમ સમકિતમાં રહેલા જીવને અનંતાનુબંધી કષાયનો ઉદય થાય તો તે સમકિતથી પતન પામે અને મિથ્યાત્વ તરફ જાય પણ હજી મિથ્યાત્વ સંપૂર્ણ પ્રાપ્ત થયું નથી. આવા પરિણામ વિશેષને સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે.
અહીં અનંતાનુબંધી કષાયનો ઉદય અવશ્ય મિથ્યાત્વનો ઉદય કરાવે છે.
દા.ત. જેમ કોઈ પુરુષે ખીરનું ભોજન કર્યું ત્યાર પછી વમન થયું ત્યારે માત્ર ખીરનો સ્વાદ રહ્યો તે સમાન સાસ્વાદન સમકિત અને વમન થયું તે સમાન ઉપશમ સમકિત ગયું.
સમ્યક્ત્વ ભાવનું વમન કરતાં આ જીવને સમ્યક્ત્વ ભાવનો આસ્વાદ રહે છે.
પ્રકૃતિની અપેક્ષાએ આ ગુણસ્થાનકે અનંતાનુબંધી કષાયની ૪ પ્રકૃતિનો ઉદય અને દર્શન મોહનીય કર્મની ૩ પ્રકૃતિનો ઉપશમ હોય અથવા અનંતાનુબંધી ૪નો ક્ષયોપશમ અને ૧ મિથ્યાત્વ મોહનીયનો ઉપશમ હોય છે. આની સાથે મોહનીયની શેષ ૨૧ પ્રકૃતિનો ઉદય હોય છે.
ફળ સ્વરૂપે ઉત્કૃષ્ટ દેશે ઊણા અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળમાં અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે.
ઉપશમ સમકિતથી પાછા ફરતાં જો જીવને સાસ્વાદન સમકિત આવે તો એક ભવમાં જઘન્ય ૧, ઉત્કૃષ્ટ બે વાર આવે, અનેક ભવમાં ઉત્કૃષ્ટ પાંચ વાર આવે કાં તો ન પણ આવે.
આ પતનનું ગુણસ્થાનક કહેવાય છે. અહીંથી કોઈ ઉપર જતું નથી. અહીંયા જે જીવોને ચોથા ગુણસ્થાનકે ઉપશમ સમકિત મેળવેલું હોય તેને છોડીને મિથ્યાત્વમાં પ્રવેશ કરતાં પહેલા અનંતાનુબંધી ચતુષ્કનો ઉદય થયો અને મિથ્યાત્વ મોહનીયનો ઉદય નથી થયો તેવી અવસ્થા થાય ત્યારે અહીં આવે એટલે જ આ ગુણસ્થાનકનું નામ “સાસ્વાદન ગુણસ્થાનક’’ કહેવાય છે.
૩) મિશ્રઢષ્ટિ ગુણસ્થાનકઃ મિશ્ર મોહનીય કર્મનો ઉદય જેમાં સમકિત અને મિથ્યાત્વનાં મિશ્ર પરિણામ હોય તેને મિશ્રદષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. આવા ઉદય વખતે જીવને જૈનધર્મમાં રાગ કે દ્વેષ બન્ને હોતા નથી. શ્રી વીતરાગ પ્રભુએ જે ધર્મ કહ્યો છે તે જ સાચો એવી શ્રદ્ધા હોતી નથી અને જૈન ધર્મ ખોટો છે અને અવિશ્વાસપાત્ર છે એવો દ્વેષ પણ હોતો નથી.
સમકિત અને મિથ્યાત્વમાં સરખા ભાવ હોય, તટસ્થ વૃત્તિ હોય તે મિશ્રટષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. અહીં અનંતાનુબંધી ૪ પ્રકૃતિ તથા મિશ્ર મોહનીયના ઉદયથી મિશ્ર પરિણામ થાય છે.
૨૯૪
સમકિત