________________
૨.૧૫ સમ્યગ્દર્શનથી સિદ્ધઅવસ્થા
આત્માના અનંત ગુણો છે. તેમાં મુખ્યત્વે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ છે. આ ગુણો જીવના વિશેષ સ્વભાવરૂપ છે. આત્માની અંદર આ ગુણો રહે છે. આ ગુણો આત્માની શુદ્ધિથી શુદ્ધ બને છે અને આત્માની અશુદ્ધિથી અશુદ્ધ બને છે.
આમ જીવના જ્ઞાનાદિ ગુણોની શુદ્ધિ-અશુદ્ધિ રૂપ જે તરતમ ભાવો છે તેનું સ્થાન તે ‘‘ગુણસ્થાનક’ કહેવાય છે.
બીજી રીતે ગુણસ્થાનકની વ્યાખ્યા સમજીએ તો આ પ્રમાણે છે.
૧) આત્મવિકાસની ક્રમિક અવસ્થાઓ
૨) આત્મામાં ગુણો પ્રગટવાથી થતી આધ્યાત્મિક વિકાસની ભૂમિકા.
૩) મોહનીય કર્મના ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમાદિ અવસ્થાઓના હોવાથી જે ભાવોથી જીવ લક્ષિત થાય છે તેને સર્વદર્શી પરમાત્માઓએ ગુણસ્થાનક કહ્યું છે.
૪) આચાર્ય નેમિચંદ્રદેવે ‘ગોમ્મટસાર’ ની ગાથા ૩ અને ૮માં ગુણસ્થાનકની વ્યાખ્યા આપી છે તે “મોહ અને યોગના નિમિત્તથી જીવની શ્રદ્ધા અને ચારિત્ર ગુણોની થવાવાળી તારતમ્યરૂપ અર્થાત હીનાધિક અવસ્થાઓને ગુણસ્થાનક કહેવાય છે.’’
આ પ્રમાણે પ્રગટ થયેલા ગુણોનાં સ્વરૂપની વિશેષતાને ‘‘ગુણસ્થાનક’” કહેવામાં આવે છે. સામાન્ય રીતે તો જ્ઞાનાદિ ગુણોના સ્વરૂપની વિશેષતા અનંત પ્રકારની હોય છે. તેથી ગુણસ્થાનકો પણ અનંત થાય છે. છતાં તે વિશેષતાઓ સામાન્ય મનુષ્યોના ખ્યાલમાં ન આવે તેથી ખાસ વિશેષતા બતાવવા અનંત અનંત જ્ઞાનાદિ ગુણોના સ્વરૂપ વિશેષને સંક્ષેપમાં સમાવી સ્થૂળૠષ્ટિથી ‘ચૌદગુણસ્થાનક’’ જ કહેવામાં આવ્યા છે.
આ ચૌદ ગુણસ્થાનકમાં ૧થી ૩ ગુણસ્થાનકવાળા ‘અવનત’’ અવસ્થામાં હોય છે. અને ૪થી ૧૪ ગુણસ્થાનક સુધીમાં અગિયાર ગુણસ્થાનકવાળા ‘ઉન્નતિશીલ-પ્રગતિશીલ’’ અવસ્થામાં હોય છે.
શ્રી સમવાયાંગ સૂત્રનાં ૧૪મા સમવાયના ૪થા સૂત્રમાં ચૌદ જીવસ્થાનમાં’’નામ છે તે જ ‘‘ચૌદગુણસ્થાનકના’’ નામથી પ્રસિદ્ધ છે.
"कम्मविसोहिमग्गणं पडुच्च चउदस जीवद्वाणा पण्णता, तं जहा मिच्छादिठ्ठी, સાસાયા, સમ્મવિઠ્ઠી, સમ્મામિટ્ટિી, અવિય સમ્મવિટ્ટી, વિષયાવિર,
સમકિત
૨૯૧