________________
જ્ઞાનાવરણીયકર્મ – જ્ઞાન રોકે છે. દર્શનાવરણીયકર્મ- જોવાનું રોકે છે. વેદનીયકર્મ - શાતા-અશાતા આપે છે. મોહનીયકર્મ - રાગ-દ્વેષ કરાવે છે. આયુષ્યકર્મ - શરીરમાં પૂરી રાખે છે. નામકર્મ - શરીર અને શરીરનો આકાર વગેરે આપે છે. ગૌત્રકર્મ - ઊંચા, નીચા કૂળમાં જન્મ આપે છે. અંતરાયકર્મ - અંતરાય પાડે છે. વિદન નાખે છે.
આ આઠે કર્મમાં મુખ્ય કર્મ મોહનીયકર્મ છે. તે સંસારનું મૂળ કારણ છે. તે બધાં કર્મોમાં લીડર છે. તેને જીતી લેવાથી બીજા કર્મ આપો આપ જીતી લેવાય છે. મોહનીયકર્મ જીવને મોહ પમાડે છે. તેને જીતવું સૌથી મુશ્કેલ છે. તેનો સ્વભાવ પણ ૨૮ પ્રકારનો છે. જેને મોહનીયકર્મની ૨૮ પ્રકૃતિ કહેવામાં આવે છે. આ ૨૮ પ્રકૃતિમાં એક પ્રકૃતિ “મિથ્યાત્વમોહનીય” નામથી છે જે સૌથી વધુ ભયંકર છે. તે પ્રકૃતિને ટુંકમાં “મિથ્યાત્વ” પણ કહેવામાં આવે છે. મિથ્યાત્વ એટલે ખોટી માન્યતા, ખોટી શ્રધ્ધા, ખોટાને સાચું અને સાચાને ખોટું માનવું, ખોટા દેવગુરુ-ધર્મને સાચા માનવા, અને સાચા દેવ-ગુરુ-ધર્મને ખોટા માનવા. આવી માન્યતા તેનું નામ મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વની ગાંઠ જીવને અનાદિકાળથી હોય છે. આ મિથ્યાત્વના કારણે જીવનું સંસાર પરિભ્રમણ છે. ૧૮ પ્રકારના પાપમાં જિનેશ્વર ભગવંતોએ મિથ્યાત્વને સૌથી મોટું પાપ કહ્યું છે. આ મિથ્યાત્વનો નાશ કરવો ખૂબ જ જરૂરી છે. મિથ્યાત્વ એટલે રાગ-દ્વેષની ગાંઠ. મિથ્યાત્વી જીવનો વ્યવહાર પણ અવળો અને ઊંધો હોય છે. કેમ કે તેની માન્યતા ઊંધી છે માટે. મિથ્યા એટલે (ખોટા) ભાવો કરી કરીને જીવ મિથ્યાત્વને દઢ કરે છે. જેનાગમમાં મિથ્યાત્વ પચ્ચીસ પ્રકારનું કહ્યું છે. કોઈ ને કોઈ મિથ્યાત્વ જીવને નડતું હોય છે. મિથ્યાત્વનો નાશ કરવાથી સમ્યગ્દર્શન મળે છે. મોક્ષે જવા માટે આત્માએ મિથ્યાત્વનો નાશ કરી તેનો વિરોધી ગુણ “સમ્યગ્દર્શન” મેળવવું જરૂરી છે. મિથ્યાત્વ એટલે ખોટી શ્રદ્ધા જયારે સમ્યગદર્શન એટલે સાચી શ્રદ્ધા. આ સાચી શ્રદ્ધા એટલે સમ્યગદર્શને આવ્યા પછી જીવની બધી પ્રવૃતિ “સમ્યક” એટલે સાચી ગણાય છે. અને પછી જીવ મોક્ષ માર્ગે આગળ વધી શકે છે. આ ભવમાં આપણું મુખ્ય કામ મિથ્યાત્વ છોડીને સમ્યગદર્શન પ્રાપ્તિનું હોવું જોઈએ. સમ્યગદર્શનનું બીજું નામ શાસ્ત્રમાં સમકિત છે. આ સમકિત આવ્યા પછી જીવ વધારેમાં વધારે અર્ધપુદગલ પરાવર્તનકાળમાં મોક્ષે અવશ્ય જાય છે. સમકિત એ મોક્ષનું પ્રવેશ દ્વાર છે, ટિકીટ છે. ભગવાન મહાવીરસ્વામીએ
સમકિત
૧૮