________________
૨૧. પુષ્પિકાસૂત્ર ૨૩. વૃષ્ણિદશા
૨૨. પુષ્પચૂલિકાસૂત્ર ૨૪. દશવૈકાલિકસૂત્ર
૨૬. નંદીસૂત્ર
૨૫. ઉત્તરાધ્યનસૂત્ર ૨૭. અનુયોગદ્વારસૂત્ર
૨૯. વ્યવહારસૂત્રથ ૩૧. દશાશ્રુતસ્કંધસૂત્ર
આત્માનું સ્વરૂપ -
હું કોણ છું?
હું એક અવિનાશી આત્મા છું. આત્મા એક દ્રવ્ય છે. નિત્ય છે. ધ્રુવ છે. જીવ તેનું બીજું નામ છે. આત્મામાં અનંત ગુણ છે. આત્મા જડ નથી પણ ચૈતન્ય છે. અરૂપી છે. સંકોચ વિસ્તાર ગુણવાળો છે. શરીરવ્યાપી છે. જ્ઞાન તેનો મુખ્ય ગુણ છે. ઉપયોગ તેનું લક્ષણ છે. જ્ઞાતા, દૃષ્ટ તેનો સ્વભાવ છે. આત્મામાં અનંત સુખ છે. આત્મા શરીરથી જુદો છે. શરીર તે આત્મા નથી પણ શરીરમાં આત્મા રહે છે. આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આત્માની સંખ્યા અનંતા છે. આત્મા સુખદુખનો અનુભવ કરે છે. આત્માના મુખ્ય બે પ્રકાર છે. (૧) સિદ્ધ (૨) સંસારી, સિદ્ધના જીવો એટલે મોક્ષે ગયેલા શુદ્ધ આત્માઓ અને સંસારી જીવો એટલે ચારગતિ, ચોવીશ દંડક અને ૮૪ લાખ જીવયોનિમાં ફરતા આત્માઓ. આ સંસારી આત્માઓ આઠ કર્મથી યુક્ત છે, માટે સંસારમાં ફરે છે જયારે સિદ્ધ આત્માઓ એ આઠકર્મનો ક્ષય કર્યો હોવાથી જન્મમરણ કરતા નથી અને મોક્ષમાં રહે છે. મોક્ષમાં રહેલા આત્માનું સ્વરૂપ શુદ્ધ છે. તે હવે પરમાત્મા કહેવાય છે. જૈન ધર્મગ્રંથોમાં (આગમોમાં) આત્માને શુદ્ધ બનાવવાની, ધ્યાન, કાઉસગ્ગ, તપ વગેરે પ્રક્રિયાઓ બતાવવામાં આવી છે. જેના દ્વારા આત્મા પોતે સ્વયં પરમાત્મા બની શકે છે. અને કાયમ માટે સુખ શાંતિ મેળવી શકે છે.
આત્માના ગુણઃ
કેવળજ્ઞાન, કેવળદર્શન, અવ્યાબાધસુખ, સમ્યગ્દર્શન, વીતરાગતા, અક્ષયસ્થિતિ, અરૂપીપણું, અગુલપણું, અનંતસુખ, આ બધા આત્માના ગુણ છે. સંસારી આત્માના ગુણો આઠ કર્મના કારણે ઢંકાઈ ગયા છે. આ આઠ કર્મ જીવને સંસારમાં રખડાવે છે. જન્મમરણ કરાવે છે. તે આઠ કર્મના નામ આ પ્રમાણે છે. (૧) જ્ઞાનાવરણીયકર્મ (૨) દર્શનાવરણીયકર્મ (૩) વેદનીયકર્મ (૪) મોહનીયકર્મ (૫) આયુષ્યકર્મ (૬) નામકર્મ (૭) ગૌત્રકર્મ (૮) અંતરાયકર્મ. દરેક કર્મનો સ્વભાવ એટલે કે પ્રકૃતિ અલગ અલગ છે.
સમકિત
૨૮. બૃહત્કલ્પસૂત્ર ૩૦. નિશીથસૂત્ર
૩૨. આવશ્યકસૂત્ર
૧૭