________________
૩૬,૦૦૦ સાધ્વીજી ભ. ૧૪,૦૦૦ સાધુ ભગવંત હતાં. શ્રાવક ૧,૫૯,૦૦૦ અને શ્રાવિકાઓ ૩,૧૮,૦૦૦ની સંખ્યા હતી, અને બારવ્રત સિવાયના શ્રદ્ધાળુ શ્રાવક શ્રાવિકાઓની સંખ્યા લાખોમાં હતી.
૭૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી આસો વદ અમાસના, મંગળવારે તારીખ ૧૫મી ઓકટોબર ઈ.સ. પૂર્વે ૫૨૭ના રોજભગવાન મહાવીરસ્વામી પાવાપુરીમાં નિર્વાણ પામ્યા, સિદ્ધ થયા, બુદ્ધ થયા અને બધા કર્મબંધનોથી સર્વથા મુક્ત થયા.
આગમોઃ
જૈનોના ધર્મગ્રંથ આગમ કહેવાય છે. દરેક તીર્થંકર ભગવાન પોતાના શિષ્ય, ગણધરને ત્રિપદી આપે છે. જેનાથી તેમને બાર અંગ એટલે દ્વાદશાંગીનું જ્ઞાન થઈ જાય છે. તેનું કારણ તેમની પૂર્વભવની આરાધના તથા જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી છે. આગમ એટલે આમપુરૂષોની વાણી. આગમ એટલે ભગવાને આપેલા પ્રવચનો. જેમાં કર્મ, ધર્મ, યોગ, અધ્યાત્મ, જ્ઞાન, આત્મા, પુણ્ય, પાપ અને મોક્ષ જેવા વિષયો હોય છે. આ આગમો વાંચવાથી આપણને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. હાલ જૈનાગમોની સંખ્યા દેરાવાસી સમુદાયમાં ૪૫ તથા સ્થાનકવાસી સમુદાયમાં ૩૨ માન્ય છે. ભગવાન મહાવીરના સમયમાં લેખનની પરંપરા ન હતી. લખવાની પરંપરા ભગવાનના નિર્વાણ પછી ૯૮૦ વર્ષે શરૂ થઈ ત્યાં સુધી જૈન આગમો મુખપાઠ તથા સ્મૃતિરૂપે હતા.
આગમ (જૈનધર્મ ગ્રંથ)ના નામ આ પ્રમાણે છે.
૨. સૂત્રકૃતાંગસૂત્ર ૪. સમવાયાંગસૂત્ર
૬. જ્ઞાતાધર્મકથાસૂત્ર
૭.
ઉપાસક દશાંકસૂત્ર ૮. અંતકૃતદશાંગસૂત્ર ૯. અનુત્તરોપપાતિકસૂત્ર ૧૦. પ્રશ્નવ્યાકરણ
૧૧. વિપાકસૂત્ર
૧૨. ઔપપાતિકસૂત્ર
૧૩. રાજપ્રશ્નીયસૂત્ર
૧૪. જીવાભિગમસૂત્ર ૧૬. જંબુદ્રીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૫. પ્રજ્ઞાપનાસૂત્ર
૧૭. ચંદ્રપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૮. સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૯. નિરયાવલીકાસૂત્ર ૨૦. કલ્પવતંસિકા
૧૬
૧. આચારાંગસૂત્ર
૩. સ્થાનાંગસૂત્ર
૫. ભગવતીસૂત્ર
સમકિત