________________
૧૧. શ્રીશ્રેયાંસનાથસ્વામી ૧૨. શ્રીવાસુપૂજ્યસ્વામી
૧૩. શ્રીવિમલનાથસ્વામી ૧૫. શ્રીધર્મનાથસ્વામી
૧૪. શ્રી અનંતનાથસ્વામી ૧૬. શ્રીશાંતિનાથસ્વામી ૧૮. શ્રીઅરનાથસ્વામી
૧૭. શ્રીકુંથુનાથસ્વામી ૧૯. શ્રીમલ્લીનાથસ્વામી
૨૦. શ્રીમુનીસુવ્રતસ્વામી
૨૧. શ્રીનમીનાથસ્વામી ૨૨. શ્રીનેમીનાથસ્વામી ૨૩. શ્રીપાર્શ્વનાથસ્વામી ૨૪. શ્રીમહાવીરસ્વામી
ચોવીસે તીર્થંકરોએ પોતપોતાના સમયમાં તીર્થની સ્થાપના કરી અને ધર્મનું માર્ગદર્શન આપ્યું. સાધુ, સાધ્વીજી, શ્રાવક, શ્રાવિકા આ ચારેય માટે નિયમો બનાવ્યા. દરેક તીર્થંકરનો ઉપદેશ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ ઉપર હોય છે. તીર્થંકર ભગવાનનો આ ઉપદેશ અલગ અલગ સમયે અલગ અલગ નામથી ઓળખાય છે. જેમ કે નિગ્રન્થપ્રવચન, જિનવાણી, આર્હત્કર્મ, વીતરાગધર્મ, જૈનધર્મ વગેરે. આમ તીર્થંકર ભગવાને બતાવેલો આ ધર્મ ‘‘જૈનધર્મ’” નામે દુનિયામાં પ્રસિદ્ધ છે.
ભગવાન મહાવીર
આ અવસર્પિણીકાળના છેલ્લા તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર થયા. અત્યારે તેમનું શાસન ચાલી રહ્યું છે. ગૌતમબુધ્ધ, સોક્રેટીસ, લાઓત્સે, કન્ફયુશ્યસ આદિ દાર્શનિકો ભગવાનના સમયમાં થયા હતા. તેઓ બધા સમકાલીન હતા. ભગવાન મહાવીરનો જન્મ ભારતીય તિથિ મુજબ ચૈત્ર સુદ તેરસના રોજ સોમવારે તારીખ ૨૭મી માર્ચ, ઈ.સ. પૂર્વે ૫૯૯ના રોજ બિહાર રાજ્યના ક્ષત્રિયકૂળમાં થયો હતો. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલા હતું. તેમનું સંસારી નામ વર્ધમાન હતું.
૩૦ વરસની ઉંમરે તેમણે ઘરસંસાર અને રાજવૈભવ ત્યાગ કરીને કારતક વદ ૧૦ના સોમવારે, તારીખ ૨૯ડીસેમ્બર, ઈ.સ. પૂર્વે ૫૬૯ રોજ દીક્ષા લીધી. સાડા બાર વર્ષ ઉગ્ર તપ આરાધના, વિહાર અને મૌન કર્યું. જેના ફળ સ્વરૂપે તેમને વૈશાખ સુદ ૧૦ના રવિવારે તારીખ ૨૩મી એપ્રિલ ઈ.સ. પૂર્વે ૫૫૭ના રોજ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તે કેવળજ્ઞાની અને વીતરાગી બન્યા. કેવળજ્ઞાન મળ્યા પછી બીજા દિવસે વૈશાખ સુદ ૧૧ના સોમવારે ૨૪મી એપ્રિલ ઈ.સ. પૂર્વે ૫૭૭ના રોજ તેમણે ધર્મતીર્થની/ચતુર્વિધ સંધની સ્થાપના કરી અને વિશ્વ માટે મોક્ષનો માર્ગ બતાવ્યો, એ શરૂ કરેલી સંઘ વ્યવસ્થા આજે પણ ચાલુ છે. ભારત દેશના જુદા જુદા નગરમાં ભગવાનનું વિચરણ રહ્યું. તેમના મુખ્ય શિષ્ય ૧૧ ગણધરો હતાં. તેમના પરિવારમાં
સમકિત
૧૫