________________
૩. સુષમ દુશ્મ
૪. ક્રુષમ-સુષમ
૫. દુઃખમ
૬. દુષમ દુષમ
સુખ અને દુઃખ દુઃખ અને સુખ
દુઃખ
દુઃખ જ દુઃખ
આજે આપણે સૌ અવસર્પિણીકાળ -(પડતીના) “દુષમ’” નામના પાંચમાં આરામાં જીવી રહ્યા છીએ.
તીર્થ અને તીર્થંકર
જૈનોના ભગવાન તીર્થંકર કહેવાય છે. તીર્થંકર એટલે તીર્થની સ્થાપના કરનાર. તીર્થનો વિશિષ્ટ અર્થ છે સંઘ. સાધુ, સાધ્વીજી, શ્રાવક, શ્રાવિકા આ ચાર ને સંઘ કહેવાય છે. આ ચતુર્વિધ સંઘની સ્થાપના કરનાર તીર્થંકર ભગવાન છે.
તીર્થંકર જ્યારે શરીરથી મુક્ત બને છે. મોક્ષમાં ચાલ્યા જાય છે, ત્યારબાદ ફરી એમનો આત્મા સંસારમાં આવીને દેહ ધારણ કરતો નથી, અને તેઓ બીજો અવતાર પણ નથી લેતા. જૈનધર્મ અવતારવાદ નો નમ્રતાપૂર્વક ઈન્કાર કરે છે. નવા નવા આ જ સંસારના બીજા આત્માઓ આત્મસાધના કરી તીર્થંકર પદ સુધી પહોંચે છે, અને તીર્થંકર બને છે. જૈનધર્મનું માનવું સ્પષ્ટ છે કે એકવાર આત્મા બધા કર્મોના બંધનથી સંપૂર્ણ પણે મુક્ત થઈ ગયા પછી ફરી ક્યારેય કર્મોથી બંધાઈ ના શકે. માટે ન તો એ સંસારી બને છે, કે ન ફરી સંસારમાં આવે છે. બસ મોક્ષમાં (સિદ્ઘશીલા ઉપર) સદાકાળ રહે છે.
દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં ૨૪-૨૪ તીર્થંક૨ થાય છે. આ અવસર્પિણી કાળચક્રમાં પણ ૨૪ તીર્થંકર થયા છે. તેમાં શ્રી ઋષભદેવ ભગવાન પ્રથમ તીર્થંકર છે, અને છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીરસ્વામી છે.
તે ૧ થી લઈને ૨૪ તીર્થંકર ભગવાનનાં નામ આ પ્રમાણે છે.
૧.
શ્રીઋષભદેવસ્વામી ૨.
શ્રીઅજીતનાથસ્વામી
૩.
શ્રીસંભવનાથસ્વામી ૪. શ્રીઅભિનંદનસ્વામી ૫. શ્રીસુમતીનાથસ્વામી ૬. શ્રીપદમપ્રભસ્વામી
૭. શ્રીસુપાર્શ્વનાથસ્વામી ૮. શ્રીચંદ્રપ્રભસ્વામી ૯. શ્રીસુવિધીનાથસ્વામી ૧૦. શ્રીશીતલનાથસ્વામી
૧૪
સમકિત