________________
જૈનધર્મનો વિકાસક્રમ
જૈનધર્મ વિશ્વના તમામ ધર્મોમાં એકદમ સ્વતંત્ર અને અલગ તરી આવે છે. જૈનધર્મ પાસે પોતાની મૌલિક વિચારધારા છે.... મૌલિક તત્ત્વજ્ઞાન છે. વર્ષો જૂની પરંપરામાં સચવાયેલી આચારવ્યવસ્થા છે. આ ધર્મની આગવી અને અનોખી વિચાર-વ્યવસ્થા છે. સમજણ છે. તેનું નામ છે. “અનેકાન્ત દૃષ્ટિ'', જેના માધ્યમથી વિશ્વના પ્રત્યેક પદાર્થને તદન નવા જ છતાંય બિલકુલ સાચા આયામમાં (દૃષ્ટિકોણથી) જોઈ-જાણી શકાય છે.
જૈનધર્મના શરૂઆતની કોઈ ચોક્કસ તિથિ કે તારીખ નથી. તેને શરૂ કરનાર કોઈ એક વ્યક્તિ પણ નથી, સમયની શરૂઆત કહી શકાય તો જૈન ધર્મનું મૂળ બતાવી શકાય. જૈન ધર્મ અનાદિકાળથી ચાલ્યો આવે છે. કાળની અપેક્ષાએ સામૂહિક પરિવર્તન થાય છે. કાળના પરિવર્તન સાથે કયારેક ચડતી થાય છે, કયારેક પડતી થાય છે.
કાળક્ર
ચડતી અને પડતી, વિકાસ અને વિનાશની અપેક્ષાએ કાળના બે મુખ્ય ભાગ છે. ૧.અવસર્પિણી, ૨.ઉત્સર્પિણી.
અવસર્પિણીકાળ એટલે પડતીનો કાળ. આ કાળમાં આયુષ્ય, શરીર, બળ, સુખ વગેરેની ક્રમશઃ
પડતી થાય છે.
ઉત્સર્પિણીકાળ એટલે ચડતીનો કાળ. આ કાળમાં આયુષ્ય, શરીર, બળ, સુખ વગેરેની ક્રમશઃ ચડતી થાય છે.
અવસર્પિણીકાળ પૂરો થયા પછી ઉત્સર્પિણીકાળ શરૂ થાય છે. અને ઉત્સર્પિણીકાળ પૂરો થાય પછી અવસર્પિણીકાળ શરૂ થાય છે આ કાળચક્ર (Wheel of Time) આ રીતે ફરતું જ રહે છે.
કાળચક્રની છ આરામાં વહેંચણી
ઉપરના બન્ને કાળના છ ભાગ હોય છે. તેને આરા’” કહે છે. તે છ આરાના નામ આ પ્રમાણે છે.
૧. સુષમ સુષમ
૨. સુષમ
સમકિત
-
સુખ જ સુખ
સુખ
૧૩