________________
દઝાડવાનો છે. પાણીનો સ્વભાવ ઠંડક આપવાનો છે. એ જ પ્રમાણે આત્માનો મૂળ સ્વભાવ છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર.
ધર્મની સરળમાં સરળ વ્યાખ્યા આ છે, કે આપણા જીવનને જે ઉન્નત અને ઊજળું બનાવે, આત્માને શુદ્ધ અને બુદ્ધ બનાવે, તેવી આચારસંહિતા અને વિચારધારાનું નામ એટલે જ ધર્મ. બીજી રીતે સમજીએ તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થોમાં અર્થ અને કામ તે હેય’ (છોડવા યોગ્ય) છે. મોક્ષ એ “સાધ્ય” છે અને ધર્મ એ તેનું “સાઘન’ છે.
જૈન ધર્મ એટલે શું? બે શબ્દો છે. જૈન અને ધર્મ
વિષ્ણુના ભક્તો વૈષ્ણવ કહેવાય છે. શિવ-શંકરના ભક્તો શેવ કહેવાય છે. બુદ્ધના ભક્તો બૌદ્ધ, ઈસુના ભક્તો ઈસાઈ | ખ્રિસ્તી કહેવાય છે તે પ્રમાણે જિનના ભક્તો જૈન કહેવાય છે, અને જેનો જે ધર્મની આરાધના કરે છે તેને “જૈનધર્મ” કહેવાય છે.
જિનેશ્વર ભગવંતોએ જીવનને સુંદર બનાવવા આત્માને શુદ્ધ અને બુદ્ધ બનાવવા જે આચારવિચારનું નિરૂપણ કર્યું છે, તેને “જૈનધર્મ” કહેવાય છે.
જિનની ઓળખ
જૈન ધર્મના પ્રવર્તક છે જિન. જિન એટલે વિજેતા. માનવજીવનનું પરમ લક્ષ્ય છે મોક્ષ. મોક્ષની સાધનામાં રાગ અને દ્વેષ પ્રચંડ બાધક અને અવરોધક છે. આ બે અંતઃશત્રુઓ છે. જે આત્માને અનંતીવાર જન્મ મરણમાં ઘુમાવે છે. રાગ અને દ્વેષ એ વ્યક્તિ વિશેષ નથી, પણ તે બન્ને મનોભાવ છે. વિચાર અને વૃતિ છે. રાગના વિચાર અને દ્વેષના વિચાર આત્માને દૂષિત અને દોષિત બનાવે છે. શત્રુ જેવું કામ કરતા હોવાથી તેને શત્રુ ગણવામાં આવ્યા છે. કામ, ક્રોધ, માન, માયા, લોભ વગેરે પણ અંતઃશત્રુઓ છે. પરંતુ એ બધા જ શત્રુઓ રાગ અને દ્વેષનો વંશ-વિસ્તાર છે. આ બધા શત્રુઓ ઉપર જેમણે સંપૂર્ણ વિજય મેળવ્યો છે, તેમને જિન કહેવાય છે. તે જિન ભગવાન બીજા નામથી પણ ઓળખાય છે જેમ કે અરિહંત, અર્વત, વીતરાગ, સર્વજ્ઞ, પરમેષ્ઠિ, તીર્થકર વગેરે.
આ જિનેશ્વરોએ સ્વયં જીવીને આત્મસાધનાનો જે માર્ગ બતાવ્યો, તે માર્ગ આત્મસાધકો માટે આરાધ્યધર્મ બની ગયો. જિનોએ ધર્મની પ્રરૂપણા કરી તેથી તેનું નામ પડ્યું જિનધર્મ. જૈનો આ ધર્મનું પાલન કરે છે. આ ધર્મનું પાલન દરેક કરી શકે છે. તેમાં જ્ઞાતી, જાતિ, ધર્મ, પંથ, દેશ કે વેષનું કોઈ બંધન નથી તેની સાધનાનાં દ્વાર સૌ માટે સદાય ખુલ્લાં છે. ૧૨
સમકિત