________________
૧.૧ સમ્યક્ત્વની પ્રાથમિક માહિતી
૧.૧ મંગલાચરણ
નમો અરિહંતાણં નમો સિધાણ નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વસાહૂણે
એસો પંચ-નમુક્કારો, સવ-પાવ-૫ણાસણો,
મંગલાણંચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. ” અરિહંત ભગવાનને નમસ્કાર, સિદ્ધ ભગવાનને નમસ્કાર, આચાર્ય ભગવંતોને નમસ્કાર, ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર, લોકમાં રહેલા સર્વ સંત/સતીજીઓને નમસ્કાર. આ પાંચ પદને કરેલા નમસ્કાર તમામ પાપોનો નાશ કરનાર છે અને સઘળાય મંગલોમાં પ્રથમ મંગલ છે.
જૈનોની આ નિત્ય પ્રાર્થના છે. આલોકના પરલોકના અને મોક્ષના સુખને આપનાર આ મહામંત્ર છે. જૈન માત્ર આ નવકારમંત્રનું રટણ કરે છે. ધર્મ એટલે શું? ધર્મને સાચી રીતે, સારી રીતે સમજી લેવાની જરૂર છે, કારણ કે ધર્મની બાબતમાં વધારે ને વધારે ખોટી ધારણાઓ કે માન્યતાઓનાં જાળાં વર્ષોથી રચાઈ ગયાં છે. ધર્મ ન તો સંપ્રદાયનું રૂપ છે.... ન કોઈ પંથ, પોથી કે વ્યક્તિની મિલકત છે. ધર્મને કોઈ નાત જાત સાથે ભેદભાવ નથી. ધર્મ કયારેય કોઈ માણસ-સમાજ કે સમૂહથી બંધાયેલો નથી, ધર્મ તો છે વ્યક્તિ કે વસ્તુનું મૂળભૂત રૂપ. ધર્મના અનેક અર્થ થાય છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ધર્મની વ્યાખ્યા આ શબ્દોમાં આપી છે. “વત્યુ સહાવો ધમ્મો”-વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે. દા.ત. અનિનો સ્વભાવ સમકિત
૧૧