________________
સિવાય નરકગતિ-તિર્યંચગતિ-મનુષ્યગતિ અને ભવનપતિ આદિમાં સમકિત વમીને જ જઈ શકાય છે. સમકિતની હાજરીમાં નથી જવાતું.
ક્ષયોપશમ સમકિતની હાજરીમાં મનુષ્યો તથા તિર્યંચો આયુષ્યનો બંધ કરે તો નિયમા વૈમાનિક દેવનું આયુષ્ય બાંધે છે.
ઉત્કૃષ્ટથી ક્ષયોપશમસમકિતનો કાળ સાધિક ૬૬ સાગરોપમનો હોય છે. એ કાળ પૂર્ણ થતાં વચમાં એક અંતર્મુહૂર્ત મિશ્ર ગુણસ્થાનકે પ્રાપ્ત કરી ત્યાર બાદ ફરીથી ક્ષયોપશમ સમકિત પ્રાપ્ત કરે અને પાછું સાધિક ૬૬ સાગરોપમ સુધી સમકિતને રાખે. આ રીતે ૧૩૨ સાગરોપમ થઈ શકે છે. આટલા કાળમાં જીવ પુરુષાર્થ કરીને જો મોક્ષમાં ન જાય તો અવશ્ય મિથ્યાત્વ ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે.
આમ સિદ્ધાંત અને કર્મગ્રંથનો મુખ્ય ફરક છે.
આખા ભવચક્રમાં ક્ષયોપશમ સમકિત સંખ્યાતીવાર પ્રાપ્ત કરી શકે છે. એક ભવમાં હજાર પૃથકત્વ (૨૦૦૦ થી ૯૦૦૦) વાર સમકિત આવી શકે છે.
દેવતા તથા નારકીના જીવો પર્યામિ પૂર્ણ કર્યા બાદ એક અંતર્મુહૂર્તમાં ક્ષયોપશમ સમકિત પ્રાપ્ત કરે છે.
તિર્યંચો દિન પૃથકત્વ (૨થી ૯ દિવસ) બાદ ક્ષયોપશમ સમકિત પ્રાપ્ત કરી શકે છે. આ તિર્યંચો જાતિસ્મરણ જ્ઞાનથી, ધર્મનો ઉપદેશ સાંભળવાથી પ્રાપ્ત કરી શકે છે.
મનુષ્યો સામાન્યથી આઠ વર્ષે સમકિત પ્રાપ્ત કરી શકે છે. દેવતાઓ જાતિસ્મરણ જ્ઞાનથીઉપદેશથી -તીર્થંકરોનો મહિમા જોવાથી તથા ઈંદ્રાદિ દેવોની રિદ્ધિ જોવાથી સમકિત પામી શકે છે.
નવગ્રેવેયકના દેવો જાતિસ્મરણ જ્ઞાનથી સમકિતની પ્રાપ્તિ કરી શકે છે. પ્રથમના ૩ નારકી જીવો જાતિસ્મરણજ્ઞાનથી, ઉપદેશથી (પરમાધામી યાદ કરાવે છે અથવા પરસ્પર નારકીના જીવો એકબીજા સાથે સારી વાતો કરે તેને ઉપદેશ કહેવાય છે.) તથા વેદનાના અનુભવથી સમકિતની પ્રાપ્તિ કરી શકે છે.
છેલા ચાર નારકીના જીવો જાતિસ્મરણજ્ઞાનથી તથા વેદનાના અનુભવથી સમકિતની પ્રાપ્તિ કરી શકે છે.
સમકિત
૧૬૩