________________
પ્રશ્નોત્તર શ્રાવકાચારમાં ક્ષયોપશમ સમ્યગદર્શનનું સ્વરૂપ આ રીતે બતાવ્યું છે.
"षट्प्रकृतिशमेनैव सम्यत्वोदयकर्मणा। क्षयोपशमिकं विद्धि प्रार्धस्वच्धोदकोपमम् ||" - સમ્યગદર્શન; (લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, વ્યાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ આ છનો ક્ષય (ઉદયમાં હોય તે) અને ઉપશમ (સત્તામાં હોય તે) અને દેશઘાતી સમ્યકત્વ પ્રકૃતિનો ઉદય હોય તેવા આત્માના પરિણામ તેને ક્ષયોપશમ સમ્યગદર્શન કહેવાય.
આ સમકિતના કાળમાં સમ્યકત્વ મોહનીયના દલિકોને ઉદયાવલીકામાં લાવીને ક્ષય કરે છે આ પ્રક્રિયાને સમ્યક્ત્વ મોહનીય કર્મનો રસોદય એટલે વિપાકોદય કહેવાય છે. મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીયના મોટાભાગના દલિકો ઉપશમને પામે છે. તેમાં કેટલાક દલિકો ઉપશમેલા ન હોય તે દલિકોને સમ્યકત્વ મોહનીય રૂપ બનાવીને ઉદયાવલિકામાં લાવીને ભોગવે છે. જે ઉપશમેલા દલિકો હોય છે તેનો રસોદય કે પ્રદેશોદય હોતો નથી અને જે દલિકો સમ્યકૃત્વ મોહનીય રૂપે થઈને ઉદયમાં આવે છે તે દલિકોને મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીયનો પ્રદેશોદય (જે ફળ ન આપે તેવો ઉદય) કહેવાય છે.
આજ પ્રમાણે અનંતાનુબંધી ૪ કષાયના ઘણાખરા દલિકોને ઉપશમાવે છે, જે દલિકો ઉપશમ થયેલા હોતા નથી તે દલિકોને અપ્રત્યાખ્યાનીય કષાયરૂપે બનાવીને અપ્રત્યાખ્યાનીય કષાયની ઉદયાવલિકામાં લાવીને ભોગવે છે. આ પ્રક્રિયાને અનંતાનુબંધી ૪ કષાયનો પ્રદેશોદય કહેવાય છે.
આ કારણથી થયોપશમ સમકિતના કાળમાં ૧ સમ્યક્ત્વ મોહનીયનો રસોદય અને અનંતાનુબંધી ૪ કષાય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય આ ૬ પ્રકૃતિઓનો ઉપશમ તથા પ્રદેશોદય ગણાય છે. રસોઇયઃ જે સ્વરૂપે રસને ભોગવવાલાયક દલિકો બનાવેલા હોય તે સ્વરૂપે ઉદયાવલિકામાં લાવીને ભોગવવા તે પ્રકૃતિનો સોદય કહેવાય છે. પ્રદેશોદય જે જે પ્રકૃતિઓની રસ જે જે સ્વરૂપે બંધાયેલો હોય તે સ્વરૂપે ઉદયાવલિકામાં ન આવતાં પોતાની પ્રતિપક્ષી પ્રકૃતિઓની ઉદયાવલિકામાં તે રૂપે રસનો ફેરફાર કરીને ઉદયમાં લાવીને ભોગવવી તે પ્રદેશોદય કહેવાય છે. ૧૬૪
સમકિત