________________
ક્ષપશ્રેણી માંડ્યા વિના પમાતું નથી. પણ આત્માએ પૂર્વે આયુષ્ય બંધ કરી લીધો હોય તો તે આત્મા દર્શન સમકનો ક્ષય કરીને પછી અટકી જાય છે. અને તેથી જ તે ક્ષપકશ્રેણીને ‘ખંડ ક્ષપકશ્રેણી'' કહેવાય છે.
એવું બને કે આત્મા ક્ષપકશ્રેણી માંડ્યા પછી અનંતાનુબંધી ચારનો ક્ષય કરીને અટકી જાય છે, અને પછી મિથ્યાત્વનો તેણે ક્ષય ન કરેલો હોવાથી તેના ઉદયથી ફરી અનંતાનુબંધી ચતુષ્ક બાંધે છે. કેમ કે આ અસ્થાયીક્ષય છે. અનંતાનુબંધી ચતુષ્કની વિસંયોજના પણ થઈ શકે છે, જો મિથ્યાત્વ મોહનીયનો ક્ષય ન થયો હોય તો. પણ જેઓએ પૂર્વે આયુષ્યકર્મનો બંધ ન કરી લીધો હોય તે આત્માઓ તો ક્ષપકશ્રેણી માંડી, દર્શન સમકનો ક્ષય કરવા દ્વારા ક્ષાયિક સમ્યગ્દર્શનને પામી, ચારિત્ર મોહનીયનો ક્ષય કરી વીતરાગતા પામી બાકીના ત્રણ ઘાતી કર્મોનો ક્ષય કરી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન ઉપાર્જે છે.
૩) ક્ષયોપશમ સમકિતઃ
ઉપર બતાવેલી દર્શન સમકની સાત કર્મ પ્રકૃતિઓ જે ઉદયમાં હોય તેનો ક્ષય અને જે અનુદય (સત્તામાં) હોય તેનો ઉપશમ આમ આનાથી જે આત્મામાં થતાં પરિણામ વિશેષને ક્ષયોપશમ સમકિત કહેવાય છે.
સિદ્ધાંતના મતે ક્ષયોપશમ સમકિતઃ
સિદ્ધાંતના મતે ક્ષયોપશમ સમકિત લઈને જીવો ચારે ગતિમાં જઈ શકે છે અને આવી શકે છે. નારકીમાં જાય તો ૧થી ૬ નરક સુધી જઈ શકે મનુષ્યના સંખ્યાત અને અસંખ્યાત વર્ષના આયુષ્યમાં પણ જઈ શકે છે. તિર્યંચમાં પણ સંખ્યાત અસંખ્યાત વર્ષના આયુષ્યમાં જઈ શકે છે અને દેવોમાં ચારે નિકાયમાં જઈ શકે છે.
સાતિચાર ક્ષયોપશમ સમકિતી જીવો આયુષ્યનો બંધ કરે તો ભવનપતિ વગેરે દેવોનું આયુષ્ય બાંધે છે. પણ વૈમાનિક દેવનું આયુષ્ય બાંધતા નથી.
આ સમકિતનો કાળ સાધિક ૬૬ સાગરોપમનો હોય છે, એટલે કે તેટલા કાળમાં કોઈ જીવ મોક્ષે ન જાય તો કાળ પૂર્ણ થતાં અવશ્ય મિથ્યાત્વને પામે છે.
કાર્યગ્રંથિકના મતે ક્ષયોપશમસમકિત
કાર્મગ્રંથિકના મતે ક્ષયોપશમસમકિત લઈને જીવો કેવળ વૈમાનિક દેવલોકમાં જઈ શકે છે. તે
સમકિત
૧૬૨