________________
ક્ષયોપશમ સમકિત જીવ અધ્યાવસાયની નિર્મળતા કરતો કરતો આગળ વધતો જાય તે જ ક્ષાયિક સમકિત પામવા માટેનો પુરુષાર્થ કરી શકે છે.
ઉપર બતાવ્યું એ પ્રમાણે તીર્થંકર કે કેવળીના કાળમાં જ ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ થાય છે.
ક્ષાયિક સમકિત પામવાની શરૂઆત મનુષ્ય ભવમાં જ થાય અને પૂર્ણતા પણ મનુષ્ય ભવમાં પણ ક્ષાયિક સમકિતનો પ્રારંભ મનુષ્ય ભવમાં કર્યા બાદ પોતાનું આયુષ્ય પૂર્ણ થઈ જાય તો તે જીવ ચારે ગતિમાંથી કોઈપણ ગતિમાં જઈ શકે છે. અને તે જે ગતિમાં ગયો ત્યાં સમકિત મોહનીયના દલિકોને ઉદયમાં ભોગવીને સંપૂર્ણ ક્ષય કરે ત્યારે ત્યાં તેને ક્ષાયિક સમકિતની પ્રાપ્તિની પૂર્ણતા થઈ શકે છે.
ક્ષાયિક સમકિત પામવા માટે ૮ વર્ષની ઉપરની ઉંમર અવશ્ય જોઈએ.
ક્ષાયિક સમકિત પામવા માટે નિયમાં પહેલું સંઘયણ (વજ્ર ઋષભ નારાચ સંઘયણ) એટલે કે હાડકાની મજબૂતી સૌથી શ્રેષ્ઠ પ્રકારની જોઈએ.
દિગંબર પરંપરા પ્રમાણે ધવલા, લાટી સંહિતા આદિ ગ્રંથોમાં ક્ષાયિક સમ્યગ્દર્શન પ્રગટ થવાની બાબતમાં લખ્યું છે કે -
"खाइय सम्मतो जत्थ पुण जिणा केवलं तम्मि”
સમ્યગ્દર્શન; (પાનું ૩૪૨, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બ્યાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧)
અર્થાત-ક્ષાયિક સમ્યક્ત્વ જિન ભગવાન અથવા કેવળી અથવા તો શ્રુતકેવળીના સાંનિધ્યમાં જ પ્રાપ્ત થાય છે.
ક્ષાયિક સમ્યગ્દર્શન તેજ આત્મા પામી શકે છે કે જે આત્મા શાયોપશમિક સમ્યક્ત્વને ધરનારો હોય. ક્ષાયોપશમિક સમ્યક્ત્વની ગેરહાજરીમાં કોઈપણ આત્મા સૌથી પહેલીવાર ક્ષપકશ્રેણી માંડી શકતો નથી.
ઉપર બતાવ્યું તે પ્રમાણે ક્ષાયિક સમ્યક્ત્વ પામતાં પહેલાં જો આયુષ્યકર્મનો બંધ ન પડી ગયો હોય તો તે આત્મા તે જ ભવમાં મુક્તિ પામ્યા વિના રહે નહિ. ક્ષાયિક સમ્યક્ત્વ સમકિત
૧૬૧