________________
આ ઉપરના ગુણો યુક્ત સાધુ જ સાચા ગુરુ કહેવાય છે. સાચા ગુરુ પહેલા પોતે પાળે અને પછી બીજાને પળાવે. પાળીને પળાવવાની અસર ખાલી ઉપદેશ આપનારા કરતાં ઘણી વધારે હોય છે. જૈન સાધુ માટે પ્રાકૃત્ત ભાષામાં “સમણ” શબ્દનો પ્રયોગ કર્યો છે. જેનાં ત્રણ સ્વરૂપ છે. “શ્રમણ”, “શમન” અને “સમન.” આધ્યાત્મિક જગતમાં દરેક વાત પોતાના શ્રમ, તપ તથા સંયમ પર જ નિર્ભર હોય છે. તેથી તે “શ્રમણ” કહેવાય છે. કષાયો તથા ઈન્દ્રિય-વિષયો ઉપર અને રાગ-દ્વેષનો શમન કરે છે, એટલે “શમન” કહેવાય છે તેમ જ પ્રાણી માત્ર પર તથા શત્રુ-મિત્ર ઉપર અનુકૂળતામાં કે પ્રતિકૂળતામાં, નિંદા કે પ્રશંસામાં સમભાવ રાખે છે. તેથી “સમન” કહેવાય છે.
આવા જ સાધુ સમ્યક્દષ્ટિ તથા વ્રતધારી શ્રાવકો માટે શ્રદ્ધેય એવં ગુરુપાત્ર તરીકે ગણાય છે. અહીં નોંધ એ કરવાની કે, આવા સુસાધુ ગુરુ કેવળ માર્ગદર્શક હોય છે. તે તમને સાચા માર્ગ ઉપર આવવા માટેનો બોધ આપે છે. તેઓ કોઈના કષાયરૂપી વિકારોને પોતે વિષની જેમ ચૂસી કાઢી શકતા નથી. પણ માર્ગને સમજી અને શ્રદ્ધા મૂકી સ્વાવલંબી થઈ દરેક શિષ્યને પોતે જ પોતાના આત્માનો વિકાસ કરવો પડે છે. તો જ મોક્ષની લક્ષ્મી પ્રાપ્ત થાય છે.
ધર્મતત્વઃ
સમ્યગ્દષ્ટિ માટે ત્રીજા સ્થાને શ્રદ્ધેય તત્ત્વ તે ધર્મતત્ત્વ છે. યોગશાસ્ત્રમાં ધર્મનું સ્વરૂપ આમ બતાવ્યું છે.
“સુતૌપ્રતિwાજિ-થાર, ૩ . संयमादिदशविधः सर्वज्ञोक्तो विमुक्तये ॥" - યોગશાસ્ત્ર; ગાથા ૨.૧૧ (પાનું ૨૨, લેખકઃ આચાર્ય હેમચંદ્રજી, પ્રકાશકઃ મહાવીર જૈન વિદ્યાલય, (ગ્વાલિયા ટેંક રોડ) મુંબઈ, વર્ષ ૧૯૪૯) નરક અને તિર્યંચગતિમાં જતા જીવોને જે ધારણ કરે છે, બચાવે છે, તે ધર્મ કહેવાય છે. સર્વજ્ઞ દ્વારા કથિત સંયમ આદિ દસ પ્રકારનો ધર્મ જ મોક્ષ-પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ છે.
જિનોક્ત ધર્મ એજ સાચો અને શ્રદ્ધેય ધર્મ છે. જેણે પૂર્ણ જ્ઞાનને પ્રાપ્ત કરી લીધું છે. તેને સર્વજ્ઞ કહેવાય છે. જે વીતરાગ (જિન) હોય તે કદાપિ મિથ્યા કથન કહે નહીં.
સમકિત
૫૫