________________
ગુરુતત્ત્વઃ
દેવતત્વના પછી બીજું શ્રદ્ધેય તત્ત્વ તે ગુરુ છે. પ્રત્યેક સમ્યક્ત્વી સમ્યક્ત્વ ગ્રહણના સમયે એ જ પ્રતિજ્ઞા કરે છે કે “મુસાદુળો ગુરુનો’” અર્થાત સુસાધુ મારા ગુરુ છે અને થાય. આવશ્યક સૂત્રમાં એવા ગુરુના છત્રીસ ગુણો બતાવ્યા છે, તે આ પ્રમાણે છે.
" पंचिदियसंवरणो तह नवविह बंभचेर - गुत्तिधरो । चविहकसायमुको इअ अट्ठारसगुणेर्हि संजुत्तो ॥ पंचमहव्वयजुत्तो पंचविहायार पालणसमत्थो । पंचसमिओ तिगुत्तो छत्तीस गुणो गुरु मज्झ ॥"
જૈન તત્ત્વ પ્રકાશ; ગાથા ૩ (વિષય) (પાનું ૯૦, લેખકઃ આચાર્ય અમુલખરૂષી, પ્રકાશકઃ
લક્ષ્મી પુસ્તક ભંડાર, (ગાંધીમાર્ગ) અમદાવાદ, (ગુજરાત) વર્ષ અજાણ)
-
પાંચ ઈન્દ્રિયોના વિષયોને વશમાં કરવાવાળા, નવ વાડ બ્રહ્મચર્ય પાળનારા, ચાર પ્રકારના કષાયોથી મુક્ત, આ ૧૮ ગુણોથી યુક્ત તથા પંચમહાવ્રતના પાળનારા, જ્ઞાનાદિ પંચાચારપાલનમાં સમર્થ, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત, આમ આ ૩૬ ગુણોવાળા સાધુ તે મારા ગુરુ છે.
આચાર્ય હેમચન્દ્રજીએ યોગશાસ્ત્રમાં ગુરુનાં લક્ષણ આ પ્રમાણે બતાવ્યા છે.
"महाव्रतधराधीरा भैक्षमात्रोपजीविनः
11
सामायिकस्था धर्मोपदेशका गुरवो मताः'
- યોગશાસ્ત્ર; ગાથા ૨.૮ (પાનું ૨૨, લેખકઃ આચાર્ય હેમચંદ્રજી, પ્રકાશકઃ મહાવીર જૈન વિદ્યાલય, (ગોવાલિયા ટેંક રોડ) મુંબઈ, વર્ષ ૧૯૪૯)
અહિંસા આદિ ૫ મહાવ્રતોના ધારક, પરિસહ કે ઉપસર્ગ આવવાથી પણ વ્યાકુળ ન થનારા, ભિક્ષાથી જ જીવનનિર્વાહ કરનારા, સદા સામાયિક-સમભાવમાં રહેનારા અને સદ્ધર્મનો ઉપદેશ આપનારા જ ગુરુ કહેવાય છે.
સાચા સાધુ સંયમને પાળનારા, આવશ્યક ઉપકરણો સિવાય પોતાની પાસે બીજો કોઈ પરિગ્રહ ન રાખનારા, રાત્રિભોજન કરે નહીં, સદાય પગપાળાથી વિહાર કરનારા, સ્વયં પોતે ગૃહસ્થના ઘરેથી ભિક્ષા લાવે, ભિક્ષાચરી, નિવાસ, ભોજન, વિહાર આદિ પ્રત્યેક ચર્ચામાં વિવેક અને સાવધાની રાખનારા હોય છે.
૫૪
સમકિત