________________
"आप्तेनोद्धिछत्रदोषेण सर्वज्ञनागमेशिना ।
भावितव्यं नियोगेन नान्यथा ह्याप्तता भवेत ॥ "
- રત્નકદંડક શ્રાવકાચાર; ગાથા ૫ (પાનું ૧૦, લેખકઃ આચાર્ય સમંતભદ્ર, પ્રકાશકઃ મુનિ સંઘ સ્વાગત સમિતિ, (સાગર) મધ્યપ્રદેશ, વર્ષ ૧૯૮૬)
આમ એ છે કે જેણે સર્વ દોષોનો નાશ કર્યો છે, જે સર્વજ્ઞ છે તથા હિતોપદેશક છે, આ ત્રણ મુખ્ય ગુણોથી યુક્ત હોય, તે જ નિશ્ચયરૂપે આમ છે, અન્ય કોઈ પણ રીતે આમતા આવી નથી શકતી.
"सर्वज्ञं सर्वलोकेशं सर्वदोषविवर्जितम् ।
सर्वसत्त्वहितं प्राहुराप्तमाप्तमतौचिताः ॥”
- ઉપાસક અધ્યયન સૂત્ર; ગાથા ૨.૪૯ (પાનું ૧૫, પ્રકાશકઃ ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, વારાણસી, વર્ષ ૧૯૬૪)
જે સર્વજ્ઞ છે, સમસ્ત લોકના અધિપતિ છે, સમસ્ત દોષથી રહિત છે અને સમસ્ત પ્રણીઓના હિતેચ્છુ છે, તેને જ આમ કહેવાય છે.
" णिस्सेसदोसरहिओ केवलणाणाइपरमविभवजुदो ।
सो परमप्पा उच्चइ, तव्विवरीओ ण परमप्पा ॥"
· નિયમસાર; ગાથા ૭ (પાનું ૨૪, લેખકઃ આચાર્ય કુંદકુંદ, પ્રકાશકઃ શાંતિવીર દિગંબર જૈન શોધ સંસ્થાન, (હસ્તિનાપુર) મેરઠ (ઉ.પ્ર.) વર્ષ ૧૯૮૫)
જે સમસ્ત દોષોથી રહિત છે, કેવળજ્ઞાનાદિ પરમ વૈભવથી યુક્ત છે, તેને પરમાત્મા કહેવાય છે, જે આનાથી વિપરીત છે તે પરમાત્મા ન હોઈ શકે.
જૈનધર્મમાં સ્વર્ગલોકના ભોગી-વિલાસી દેવોની પૂજા-ભક્તિ કે સેવા કરવી તેને મનુષ્યની માનસિક દુર્બળતા મનાય છે.
જૈનધર્મ આધ્યાત્મિક-ભાવના પ્રધાન ધર્મ છે. તે માને છે, કે શ્રદ્ધા અને ભક્તિ તેની જ રખાય અને કરાય કે જે દર્શન, જ્ઞાન અને ચારિત્રથી પૂર્ણ રીતે વિકાસના શિખર ઉપર પહોંચી ગયા હોય. સંસારની સમસ્ત મોહમાયાથી મુક્ત થઈ ગયા હોય.
આમ સાચા અરિહંત વીતરાગી દેવને માની સમજીને શ્રદ્ધા મુકવી.
સમકિત
૫૩