________________
"वीतरागा हि सर्वज्ञा मिथ्या न ब्रुवते क्वचित् । यस्मात्तस्माद वचस्तेषां तथ्यं भूतार्थदर्शकम् ॥" - સમ્યગદર્શન; (પાનું ૨૬૬, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય,
બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) કારણ કે વીતરાગ સર્વજ્ઞ કદાપિ મિથ્યા ભાષણ કરતા નથી, તેથી તેમના વચન તથ્ય સત્ય જ હોય છે, યથાર્થ વસ્તુસ્વરૂપના દર્શક હોય છે. પ્રશ્નોત્તર શ્રાવકાચારમાં ધર્મને કલ્પવૃક્ષની ઉપમા આપી છે. "सद्दर्शनमहामूलं सद्दजलसिंचित्तम् ज्ञानवृत्तिमहास्कन्धं क्षमादिशाखशोभितम् दानादिपल्लवोपेतं ध्यानपुष्यंचं जिनेश्वराः स्वर्ग-मुक्ति फलाढ्यं च धर्म कल्पद्रुमं जगुः" । - સમ્યગદર્શન; (પાનું ૨૬૬ અને ૨૬૭, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) જિનેશ્વર દેવે ધર્મને કલ્પવૃક્ષ સમાન કહાો છે. એનું મુખ્ય મૂળ સમ્યગ્રદર્શન છે, જે સમ્યગદયાના જળથી સિંચાય છે. જ્ઞાનાચરણ તેનું થડ છે. ક્ષમા આદિ દસ ધર્મ તેની શાખાઓ છે. તે વૃક્ષ દાનશીલ આદિ પાંદડાંથી સુશોભિત છે. જેને સુધ્યાનરૂપી પુષ્પો થાય છે. તથા સ્વર્ગ અને મોક્ષરૂપી ફળોથી તે ધર્મરૂપી વૃક્ષ સમૃદ્ધ હોય છે.
ધર્મ એ શક્તિ છે જે પતિત થયેલા જીવને ઉપર ઉઠાવી શકે. જ્યાં સંવર (અહિંસા, સત્યાદિ) અને નિર્જરા (તપસ્યા, ક્ષમા, પરિસહ-સહન આદિ)છે તે જ વાસ્તવિકમાં ધર્મ છે. સંવર નવા કર્મોને રોકનાર અને નિર્જરા પૂર્વબંધ કર્મોનો ક્ષય કરનાર અને આ બંનેનો સંમિલન તેનું પરિણામ તે મુક્તિ છે. સત્ય એ છે કે આત્મા પોતાનામાં જ (સ્વભાવમાં) તલ્લીન થાય અને બહારથી સમેટાઈને અંદરની તરફ ઉતરતો થાય ત્યારે તે ધર્મ તત્ત્વને ગ્રહણ કરે છે. આત્માનો ધર્મ તેના અંદર છે, તે દરેક આત્મામાં છે, અને તે સમાન છે.
ધર્મનું બાહા લક્ષણ પણ એ જ કહે છે કે અશુદ્ધિથી શુદ્ધિ તરફ, દુઃખથી સુખ તરફ, વિભાવથી સ્વભાવ તરફ અને મૃત્યુથી અમરત્વ તરફ લઈ જાય.
સમકિત
૫૬