________________
આજે માણસે જીવન અને ધર્મ બંનેને અલગ અલગ કરી દીધા છે. હોવું જોઈએ જીવનની સાથે જ ધર્મ જ્યાં ચૈતન્યસ્વરૂપ જીવન છે. ત્યાં જ તેનો સ્વભાવ-ધર્મ છે. જ્યાં દ્રવ્ય હોય ત્યાં જ તેનો સ્વભાવ હોય. ધર્મસ્થાનનો ધર્મ અલગ અને બજારનો ધર્મ અલગ, ઘરનો ધર્મ અલગ. આ પ્રમાણે ઘડી બે ઘડી માટે સામાયિક, પ્રતિક્રમણ, પૂજા, પાઠ આદિના રૂપમાં ધર્મ રહો અને પછી છૂમંતર. આમ ધર્મને એક વિષય બનાવી દીધો છે. આમ સર્વવ્યાપક ધર્મને આજે દેશ, કાળ, પરંપરા અને ક્રિયાકાંડમાં બાંધી દેવાયો છે. ભગવાન મહાવીરને જ્યારે પૂછ્યું કે ધર્મ શેમાં છે? તો તેમનો ઉત્તર એ હતો કે “જ્યાં અહિંસા, સંયમ અને તપ છે ત્યાં જ ધર્મ છે.”
ઉત્તરાધ્યયનમાં ધર્મ ઉપર દઢ શ્રદ્ધા રાખવાથી શું લાભ થાય તે વિષયમાં પૂછયું તો ભગવાન મહાવીરે કહાં કે “ધર્મ ઉપર દઢ શ્રદ્ધા રાખવાથી સાંસારિક સુખ-શાતામાં ડૂબેલા જીવોને તેનાથી વૈરાગ્ય થઈ જાય છે. અર્થાત તે પોતાના સુખ માટે બીજાને દુઃખ કે કષ્ટમાં નાખતા નથી. પોતાના સુખનું પણ બલિદાન આપી બીજાને સુખ અને શાતા આપવાનો તેમનો સ્વભાવ થઈ જાય છે. ત્યારે સાચા અર્થમાં તે જીવ ધર્મને ધારણ કરે છે.” આમ શ્રદ્ધા રાખવાથી ધર્મ પામી જવાય છે.
જ્યારે મનુષ્ય, ભય, પ્રલોભન, સુખ-સુવિધા, રાગ, દ્વેષથી દૂર થઈ એકમાત્ર પોતાના સ્વભાવમાં સ્થિત થઈ સત્ય, અહિંસા આદિનું પાલન કરે છે, ત્યારે જ એમ કહેવાય છે કે તેને ધર્મ ઉપર દઢ શ્રદ્ધા આવી છે.
શારઃ
આમ આપણે સુદેવ, સુગુરુ અને સુધર્મનું સ્વરૂપ સમજી હવે આપણે એ સમજીએ કે સાચા શાસ્ત્રો કોને કહેવાય. "आप्तोपज्ञ मनुल्लंध्यमदृष्टेष्टाविरोधकम् । तत्त्वोपदेश कृत्सा शास्त्र कापथघट्टनम् ॥" - રત્નકરંડક શ્રાવકચાર; ગાથા ૯ (પાનું ૨૧, લેખકઃ આચાર્ય સમતભદ્ર, પ્રકાશકઃ મુનિ સંઘ સ્વાગત સમિતિ (સાગર), મધ્ય પ્રદેશ, વર્ષ ૧૯૮૬).
આચાર્ય સમન્તભદ્ર શાસ્ત્રનું લક્ષણ બતાવતા કહે છે કે જે સર્વજ્ઞ વીતરાગ આપ્તપુરુષ દ્વારા કથિત હોય, જેના વચનો કોઈ પ્રતિવાદી દ્વારા ખંડન ન થઈ શકે, જે તત્ત્વ-વસ્તુના યથાર્થ સમકિત
પ૭