________________
સ્વરૂપનો ઉપદેશ આપે, સર્વ જીવો માટે હિતકર હોય, જે મિથ્યામાર્ગને યુક્તિ અને પ્રમાણથી છોડાવે. તે જ સાચા શાસ્ત્ર છે.
વાસ્તવમાં શાસ્ત્રમાં સત્ય એવં મહાપુરુષો-આસપુરુષોના અનુભવોના દર્શન થાય છે. તેમનો ઉપદેશ સર્વજનહિતાય હોય છે.
પ્રશમરતિમાં શાસ્ત્રનો અર્થ આ પ્રમાણે બતાવ્યો છે.
“यस्माद् रागद्वेषोद्धतचित्तान् समनुशास्ति सद्धर्मे । संत्रायते च दुःखाच्छास्त्रमिति निरुच्यत सद्भिः ॥"
પ્રશમરતિ પ્રકરણ; ગાથા ૧૮૭ (પાનું ૬૮, પ્રકાશકઃ આચાર્ય ઉમાસ્વાતી, જૈન પ્રસારક સભા, ભાવનગર, વર્ષ વિ.સં. ૧૯૮૮)
જેનું મન રાગ-દ્વેષથી ભરાયેલું છે, તેવા જીવોને સદ્ઘર્મમાં સમ્યક પ્રકારથી શિક્ષિત કરે છે અને દુઃખથી બચાવે છે. તે કથનને સત્પુરુષ શાસ્ત્ર કહે છે.
શાસ્ત્રનો સીધો સંબંધ આત્માથી હોય છે. આત્માને અનંત જ્ઞાન-દર્શન-ચારિત્ર સાથે અનુભવ કરાવવો, તેમ જ આત્મસ્વરૂપ ઉપર છવાયેલા વિભાવ પરિણામોનો નિકાલ કરવો તે જ શાસ્ત્રનો મુખ્ય હેતુ છે.
આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ શાસ્ત્રનો અર્થ બતાવતા કહે છે કેઃ
"सासिज्जइ तेण तर्हि वा नेयमाया व तो सत्थं । "
વિશેષાવશ્યકભાષ્ય; ગાથા ૧.૧૩૮૪ (પાનું ૪૯૨, લેખકઃ આચાર્ય જિનભદ્રગણિ, ક્ષમાશ્રમણ, પ્રકાશકઃ ભદ્રંકર પ્રકાશન, (શાહીબાગ), અમદાવાદ, ૩જું સંસ્કરણ વર્ષ વિ.સં. ૨૦૫૩) જેના દ્વારા યથાર્થ સત્યરૂપ આત્માનો બોધ થાય અને આત્મા અનુશાસિત થાય તેને શાસ્ત્ર કહેવાય.
ઉત્તરાધ્યયન સૂત્રમાં બતાવ્યું છે કેઃ
‘નં સોવ્વા ડિવન્નતિ, તવં તિમહિઁસયં''
- ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૧.૩.૮ (પાનું ૭૧, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર) મુંબઈ, વર્ષ ૨૦૦૯)
૫૮
-
સમકિત