________________
જે સાંભળીને સાધકનો આત્મા પ્રતિબુદ્ધ થાય છે, તે તપ, સંયમ અને અહિંસાની સાધનામાં પ્રવૃત્ત થાય છે. તે જ શાસ્ત્ર છે.
દુનિયામાં અનેક પ્રકારનાં શાસ્ત્રો છે. શ્વેતાંબરના અલગ અને દિગંબરના અલગ. કયાં કયાં શાસ્ત્રો સાચા અને કોનું માનવું? આવી સમસ્યા પાંચમાં આરામાં આવવાની હતી. એટલે તેનો હલ કઢતા પ્રભુ મહાવીરે કહેલું કે ક્યું શાસ્ત્ર સમ્ય છે અને ક્યુ અસમ્યગૂ છે તેનો નિર્ણય શાસ્ત્ર પરથી નહીં પણ સાધકની પોતાની દૃષ્ટિ ઉપર નિર્ભર છે. સાધકની દૃષ્ટિ સત્યાનુલક્ષી હોય, વિવેક જાગૃત હોય, તો સંસારના દરેક શાસ્ત્રો તેના માટે સમ્યક્ થઈ જાય છે અને દરેક શાસ્ત્રો જ્ઞાનનો પ્રકાશ આપી શકે છે. પણ અગર સાધક હઠાગ્રહી હોય, મિથ્યા હોય, સાંસારિક ભોગલક્ષી હોય, સ્વાર્થી અને રાગદ્વેષથી કલુષિત હોય તો તેના માટે સમ્યગશાસ્ત્ર અને આગમો પણ મિથ્યાશાસ્ત્ર થઈ જાય છે.
મૂળ વાત એ છે કે જે પણ શાસ્ત્ર ઉપર શ્રદ્ધા કરો તે વિવેકપૂર્ણ, આંખો ખુલ્લી રાખીને, અંધશ્રદ્ધા તથા મોહવશથી દૂર થઈ જે પોતાનું છે તે સાચું તેના કરતાં જે સાચું તે પોતાનું તેમ માનો. સરળતાથી તર્ક કરી સમજો કે સત્ય ક્યાં છુપાયેલું છે. અને તેમાં આગળ વધો. આમ દેવ, ગુરુ, ધર્મ અને શાસ્ત્રોએ ચારે ઉપર વિવેકપૂર્વક શ્રદ્ધાન તે વ્યવહારથી સમ્યગદર્શન છે. આપણે આગળ વ્યવહાર-સમ્યગદર્શન ઉપર વિચાર કર્યો છે. વ્યવહાર સમ્યગદર્શન એક વેશભૂષા જેવું છે. જેનાથી બાહા ઓળખાણ થઈ શકે છે. પણ તેના પછી આંતરિક ઓળખાણ કરવી જરૂરી છે.
જેમ તત્ત્વાર્થ શ્રદ્ધાન તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. તેમ નિશ્ચય-સમ્યગદર્શનનું લક્ષણમાં એમ બતાવ્યું છે કે- “સ્વપરયો ર્વિભાગ દર્શન”
સ્વ અને પરનું ભેદ-દર્શન તે સમ્યગદર્શન છે. આ બેઉ લક્ષણોનો સમન્વય આ પ્રકારે છે કે જે હેય તત્ત્વો છે (છોડવા લાયક) તેને “પર” અને ઉપાદેય તત્ત્વો છે (કરવા યોગ્ય) તેને “સ્વ” માનવું. “સ્વ” અર્થાત્ હું જીવ છું, સંવર અને નિર્જરા જ મારો સ્વભાવ છે.
“મોક્ષ” તે મારા સ્વભાવનો પૂર્ણ વિકાસ છે અને સ્વભાવિક દશા છે. અજીવ તે “પર” તત્ત્વ છે તેના જોડે ઉત્પન્ન થનારા આસ્રવ અને બંધ તે પરભાવ સમજી છોડવું અને જીવ, સંવર અને નિર્જરાને સ્વભાવ સમજીને ગ્રહણ કરવું. આજ સ્વ-પર-ભેદદર્શન નિશ્ચય સમ્યગદર્શન છે. સમકિત
૫૯