________________
આત્મિક સુખ-શાંતિનો અનુભવ થવાથી જ વ્યક્તિ સ્વ-જીવ આત્માને સમજશે. “સ્વ” ભેદ જાણ્યા વગર “પર” કોણ છે તેની સમજ રહેશે નહીં. હું આત્મા છું, શરીરાદિ તે પર-ભાવ છે, હું તેનાથી અલગ છું. આ પ્રકારની સ્વ-પર ભેદદષ્ટિની સમજણ જ નિશ્ચય સમ્યગ્રદર્શન છે. અહીં સવાલ એ થાય છે કે સમ્યગૃષ્ટિના ચારે તરફ કર્મના પુદગલો વિંટળાયેલા હોય છે, જીવન નિર્વાહ માટે તે યથાઆવશ્યક પુદગલોને ગ્રહણ પણ કરે છે ઉપભોગ પણ કરે છે, તો તે પોતાના આત્મા અને જડ પુદગલને પૃથક-કે અલગ કહેવાથી કે સમજવાથી કંઈ રીતે લાભ થાય છે? આનું સમાધાન શાસ્ત્રમાં બતાવ્યું છે કે પુદગલોનું અસ્તિત્વ ક્યારેય પણ મટાડી નહીં શકો. ૧૪ રાજલોકમાં દરેક જગ્યાએ પુદગલો ભરાયેલા છે. તે પુદગલો અનાદિ અનંત છે. તેઓ હતા અને કાયમ રહેવાના છે. એવી કલ્પના કરવી વ્યર્થ છે કે પુદગલ જ્યારે નષ્ટ થઈ જશે ત્યારે મારી મુક્તિ થઈ જશે. પુદગલના અભાવનો વિચાર કરવો તે વ્યર્થ છે. સમ્યગ્રષ્ટિએ તો એ જ કરવાનું કે પુદગલો પ્રતિ મનમાં રાગ-દ્વેષ, આસક્તિ અને ધૃણાના ભાવો મનથી દૂર કરી નાખવા. તેના પછી પુદગલ ભલે રહે પણ તે સમ્યગ્દષ્ટિનું કંઈ બગાડી શકતા નથી.
અને આ પુદગલો પ્રતિ રાગ-દ્વેષ ત્યારે જ દૂર થઈ શકે છે જ્યારે “સ્વ-પર” ભેદ દૃષ્ટિરૂપ સમ્યગ્ગદર્શન આવી જાય. જ્યાં સુધી આત્મા-અનાત્માનો, સ્વ-પરનો, જડ-ચેતનનું ભેદવિજ્ઞાન થતું નથી ત્યાં સુધી હકીકતમાં સાધકને સમ્યગદર્શન હોતું નથી. આમ તો સમ્યગદર્શનાદિ રત્નત્રયને ગુણ અને આત્માને ગુણી કહીને બંનેને અલગ અલગ બતાવ્યું છે. પણ નિશ્ચયષ્ટિથી આત્મા જ રત્નત્રય છે. આત્માનું વિશુદ્ધ પરિણામ જ સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્મચારિત્ર છે. જે જીવ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિર રહે છે તેને “સ્વસમયસ્થિત” કહેવાય છે. સમ્યગૃષ્ટિ સ્વસમયસ્થિત હોય છે. અને જે પુદગલો અને કર્મપ્રદેશોમાં સ્થિત થાય છે. તેને “પરસમયસ્થિત” કહેવાય છે. તે સમ્યગ્દષ્ટિ હોતા નથી.
આમ દેવ,ગુરુ અને ધર્મના પ્રતિ શ્રદ્ધા તે વ્યવહાર સમ્યગદર્શનનાં લક્ષણો બતાવ્યા છે. પરંતુ આ વ્યવહાર સમ્યગદર્શન તે સાધન છે, આત્માના શુદ્ધ સ્વરૂપને ઉપલબ્ધ કરવાનું. મનુષ્ય જો કેવળ દેવ, ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધા રાખી અને પોતાના આત્મા, તેના ગુણો, તેની શક્તિને આળખવામાં આગળ કોશિશ કરતો નથી તો તેની આધ્યાત્મિક પ્રગતિ અટકી જાય છે. આથી ભગવાન મહાવીરે પોતાના ઉપદેશમાં કહયું છે કે તું જ તારો દેવ છે, તું જ તારો ગુરુ છે અને તું જ તારો ધર્મ છે. ૬૦
સમકિત