________________
“પુરિસા તુમમેવ તુમ મિત્ત' - આચારાંગ સૂત્ર; ગાથા ૧.૩.૩.૪ (પાનું ૧૨૭, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, ગુરુમાણ ફાઉન્ડેશન, રાજકોટ (ગુજરાત) વર્ષ ૧૯૯૯)
તે આત્મા, તું જ તારો મિત્ર છે.
આયા સમાઇએ” - ભાગવતી સૂત્ર; ગાથા ૨.૧.૯.૫ (પાનું ૨૯૪, લેખકઃ પૂ. ઘાંસીલાલજી મહારાજસાહેબ, શાસ્ત્રોઉદ્ધારક સમિતિ, રાજકોટ (ગુજરાત) , વર્ષ ૧૯૬૨)
તું જ તારું સામાયિક છે, સમતા-સાધના અને ઉપાસના છે.
નિશ્ચયદૃષ્ટિથી જોઈએ તો સમવસરણમાં વિરાજેલા તીર્થંકર પ્રભુની આકૃતિ તે દેવ તરીકે નથી દેખાતી, પણ જે અનંતજ્ઞાન અને અનંતદર્શનની નિર્મળ જ્યોતિથી ઝળહળે છે, તેવી વિશુદ્ધ નિર્વિકારી આત્મસ્વરૂપ જ દેખાય છે. તે આત્મસ્વરૂપ જ હકીકતમાં સાચા દેવ, ગુરુ અને ધર્મ છે. બહારના દેવ, ગુરુ કે ધર્મ (શાસ્ત્ર) તે તો નિમિત્ત માત્ર છે. નિમિત્ત તે નિમિત્ત જ છે. તે ઉપાદાન તો નથી, મૂળ સ્વભાવ નથી. ઉપાદાન આત્મા જ છે. એટલે નિશ્ચયષ્ટિથી શુદ્ધ આત્માને દેવ, ગુરુ અને ધર્મ સમજવું તે જ સમ્યગદર્શન છે.
"विशुद्धज्ञानदर्शनस्वभावे निज परमात्मनि यदरुचिरुपं सम्यगदर्शनम" - સમયસાર તત્પર્યવૃતિ; ગાથા ૨.૮.૧૦. - સમ્યગદર્શન; (પાનું ૨૭૮, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતી કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧)
વિશુદ્ધા જ્ઞાનદર્શનસ્વભાવરૂપ નિજ પરમાત્મા (શુદ્ધાત્મા)માં રુચિ રહેવી તે સમ્યગદર્શન છે. સમ્યગ્રદર્શનનું મુખ્ય લક્ષણ એ છે કે શુદ્ધ આત્માની રુચિ.
"शुद्धजीवास्तिकायरुचिरुपस्य निश्चयसम्यकत्वस्य" नियमसार गा ३ की पद्मप्रभ टीका - આચાર્ય પદ્મપ્રભની ટીકા નિયમસાર ઉપર, ગાથા ૩ -સમ્યગદર્શન; (પાનું ૨૭૯, લેખકઃ પૂ.અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, વ્યાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) સમકિત