________________
શુદ્ધ જીવાસ્તિકાય(આત્મા)ની રુચિ નિયસમ્યગદર્શન છે.
"आत्ममात्ररुचिः सम्यगदर्शनमोक्षहेतुकम । तद्विरुद्धमतिमिथ्यादर्शनं भवहेतुकम् ॥" - અમરભારતી, પાનું ૧, ઓગષ્ટ ૧૯૭૨ - સમ્યગ્દર્શન; (પાનું ૨૭૯, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧)
એકમાત્ર આત્મભાવમાં રુચિ જ સમ્યગદર્શન છે અને તે જ મોક્ષનો હેતુ છે. તેનાથી વિપરીત ભાવમાં રુચિ તે મિથ્યાદર્શન છે અને તે સંસાર પરિભ્રમણનો હેતુ છે.
રાગાદિથી અલગ આત્માથી ઉત્પન્ન આત્મિક-અતીન્દ્રિય સુખરૂપ સ્વભાવ તે જ પરમાત્મતત્ત્વ છે. આજ પરમાત્મતત્ત્વ દરેક પ્રકારથી ઉપાદેય છે. અને આ રુચિનું નામ “સમ્યગદર્શન” છે.
"अप्पा अप्पम्मिरओ समाइट्ठी हवेइ फुडु जीवो" જીનસૂત્ર; ગાથા ૨.૬૩ - સમ્યગદર્શન; (પાનું ૨૭૯, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બ્લાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧)
આત્માનું આત્મામાં રત-લીન થવું તે જ જીવ માટે સ્પષ્ટ પ્રમાણે સમ્યગ્દષ્ટિ થવું કહેવાય.
અહીં એક ખૂબ અગત્યનો પ્રશ્ન ઊભો થાય છે કે “આત્મા” જેવું છે તે માનનારા તો ઘણા હોય છે, લગભગ ઘણા ખરા અન્ય દર્શનો તે માને છે પણ શું તેનાથી તે સર્વે સમ્યગદર્શી કહેવાય?
આનો જવાબ પંચાધ્યાયીમાં એમ બતાવ્યો છે કે
"न स्यादात्मोपलब्धिर्वा सम्यग्दर्शनलक्षणम् । शुद्धा चेदस्ति सम्यकत्वं, न चेत्शुद्धा न सा सुदृग् ॥" - પંચાધ્યાયી; ગાથા ૨.૨૧૫ (પાનું ૨૨૨, લેખકઃ કવિ રાજમલ, પ્રકાશક: ગણેશવ દિગંબર જૈન સંસ્થાન, વારાણસી (ઉ.પ્ર.), વર્ષ ૧૯૮૬)
અર્થાત્ -કેવળ આત્માની ઉપલબ્ધિ એટલે કે આત્માને જાણવું અને માનવું તે સમ્યગ્રદર્શનનું ૬ ૨
સમકિત