________________
લક્ષણ નથી. અગર તે શુદ્ધના (સમ્યક) જોડે હોય તો તે લક્ષણ બને અને જો અશુદ્ધ હોય તો લક્ષણ રહેતું નથી.
આત્માની શુદ્ધ ઉપલબ્ધિનો અર્થ એ છે કે તેનો શુદ્ધોપયોગ અથવા તેના શુદ્ધ જ્ઞાન અને ચેતનાની સમજ હોવી તે. જ્યાં સુધી આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ ન થાય ત્યાં સુધી સમ્યગ્દર્શન દૂર છે, જ્યારે તેની પ્રતીતિ નિશ્ચય થઈ જાય કે “હું શુદ્ધ આત્મા છું, આ શરીર હું નથી, હું તેનાથી ભિન્ન આત્મા છું, આ માયા, મોહ, મમત્વ, રાગ દ્વેષ આદિ તે બધું પોતાની જ અજ્ઞાનતા અને ભૂલના કારણે પોતાની વિભાવ પરિણામનું એક રૂપ છે અને તે શદ્ધ આત્માનું સ્વરૂપ નથી.” આવા વિભાવ પરિણામ આત્માને સંસાર ચક્રમાં ફેરવે છે. અને જ્યારે પોતાની (આત્માની) મોહ-નિંદ્રા દૂર થાય છે ત્યારે તે સર્વે હટી જાય છે અને શુદ્ધત્વપણું પામે છે.
આવું શુદ્ધત્વપણું પામી સમ્યગદર્શીને ચોક્કસપણે વિશ્વાસ થઈ જાય છે કે મૃત્યુ તે શરીરનું થાય છે. આત્મા કદી મરતો નથી. તે મૃત્યુથી ગભરાતો નથી. આત્મા તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે.
જૈન ઈતિહાસમાં એક પ્રેરક કથા છે.
જૈનધર્મના એક પ્રસિદ્ધ આચાર્યની પાસે એક વૃદ્ધ વ્યક્તિ આવી અને કહ્યું કે હું આત્મકલ્યાણ કરવા માંગું છું, હું શિષ્ય બનવા માટે ઘણા ગુરુઓ પાસે ગયો પણ બધાએ મને એ જ કહ્યું કે તમે વૃદ્ધ છો, આ ઉંમરમાં અમે તમને શિષ્ય નહીં બનાવીએ. આમ દરેકે તેમના શરીરને જોઈને ઉત્તર આપ્યો અને તેમના આત્માની ધગસને જોઈ નહીં.
આ આચાર્ય તે આત્મદર્શી હતા, તેમણે આ વૃદ્ધને શિષ્ય બનાવી દીધો. હવે આ પદ્ધ અધ્યયનમાં લાગી ગયા. આચાર્યે તેમને એક શ્લોક આપ્યો તે મોઢે કરવા લાગી ગયા. આખો દિવસ નીકળી ગયો, બે ચાર દિવસ નીકળી ગયા પણ તે એક શ્લોકને પણ મોઢે કરી શક્યા નહીં. આ ઉપાશ્રયની સામે એક વિદ્વાન પંડિત રહેતા હતા. તેમણે રોજ જોયું કે આ વૃદ્ધ શિષ્ય એક શ્લોક પણ મોઢે કરી નથી શકતા. તો તેમણે કટાક્ષમાં કહ્યું કે “કોઈ ઘરડો પોપટ હોય તે થોડો ભણી શકે?”
આમ બોલીને મશ્કરી કરવા તે પંડિતે આ વૃદ્ધના સામે એક લાકડાનું સાંબેલું લાવીને ઊભું કર્યું. અને તે સાંબેલાને પાણી પાવા માંડ્યા. આ જોઈ આ પદ્ધ સાધુ આશ્ચર્યપણાથી પંડિતજીને પૂછ્યું કે “આ શું કરી રહ્યા છો?” સમકિત
૬૩