________________
પંડિતજીએ જવાબમાં કહો કે “સાંબેલાને પાણી પાઈ તેને ફરી હર્યું-ભર્યું કરવા માંગું છું. તેનામાં ફરીથી પાન, ફૂલ, ફળ આવે તેવું કરવા માંગું છું.” વૃદ્ધ સાધુએ કહયું કે સાંબેલું તો સૂકું લાકડું છે તો તેમાં ફરીથી પાન, ફૂલ, ફળ થઈ શકે?” પંડિતે હસતાં જવાબ આપ્યો કે “જો તમે બુઢાપામાં વિદ્વાન બનવા માંગો છો તો હું આ સાંબેલાને પાછું ઝાડ બનાવવા માંગું છું.” આ જવાબની વૃદ્ધ સાધુ ઉપર ઘેરી અસર થઈ, તે પોતાના ગુરુ પાસે જઈને આખી વાત કરી અને હતાશ થઈને કહ્યું કે મારી ભૂલ થઈ કે હું વૃદ્ધાવસ્થામાં વિદ્વાન થવા નીકળેલો. હવે હું આગળ જ્ઞાન ભણવાની કોશિશ કરીશ નહીં.
ગુરુજીએ આ પદ્ધ શિષ્યને સમજાવ્યું કે “તમારી અને સાંબેલાની સરખામણી થાય નહીં. સાંબેલું જડ છે. તમે ચેતનાયુક્ત આત્મા છો. આત્મા કદાપિ વૃદ્ધ થતો નથી. તે અનંતજ્ઞાનાદિ શક્તિઓથી યુક્ત છે. તમે સ્વયં જ્ઞાન સ્વરૂપ છો. સાંબેલાને બહારની શક્તિઓને અંદર લાવવાની જરૂરિયાત પડે છે ત્યારે તમારે તો અંદરથી જ્ઞાનને બહાર લાવવાનું છે. તમારી શક્તિ તમે પોતે જ છો. આ આત્મા સદાય પ્રકાશમય છે. સદાય જ્ઞાનયુક્ત છે. તેને ઉંમરની બાધા હોતી નથી.”
આવી પોતાના ગુરુની આત્મબોધક પ્રભાવશાળી વાણી સાંભળી વૃદ્ધ સાધુ ખૂબ જ પ્રભાવિત થ થા, અને આત્મ-વિશ્વાસી બન્યા. પાછા અધ્યયનમાં લાગી ગયા. હવે તેમને પોતાના સ્વરૂપની પ્રતીતિ થઈ ગઈ હતી. આત્મશક્તિ જાણી લીધી હતી. અને જ્ઞાન વાંચતાં વાંચતાં જ્ઞાનાવરણીય કર્મોને પાતળાં પાડીને મહાવિદ્વાન બની ગયા.
આ છે શુદ્ધ આત્મસ્વરૂપની પ્રતીતિનો ચમત્કાર. નિશ્ચય-સમ્યગુદર્શન ત્યારે જ પ્રગટ થાય છે જ્યારે આ પૌદ્ગલિક દેહ તે જ આત્મા છે એવી પ્રાથમિક અંધકારભરી ભૂમિકાથી વ્યક્તિ બહાર આવે છે. અને આત્માના અખંડ પ્રકાશને તેને દેહની અંદર ચમકતો દેખે છે. પછી તે આ શુદ્ધ આત્મામાં જ પરમાત્માના દર્શન કરવા લાગે છે. આ પ્રમાણે શુદધ આત્મસ્વરૂપનો વિચાર જ નિશ્ચય-સમ્યગ્ગદર્શન છે.
જ્યારે વ્યક્તિને આવું આત્મદર્શન થાય છે, ત્યારે તે શરીરને એક સાધન સમજે છે. સર્વત્ર આત્માને શુદ્ધ-સ્વચ્છ રાખે છે. જ્યારે તેના ઉપર કોઈપણ તકલીફ આવે છે અને શરીર કે આત્મા બંનેમાંથી કોઈપણ એકનો સુરક્ષાનો પ્રશ્ન આવે ત્યારે તે આત્માને બચાવે છે અને ૬૪
સમકિત