________________
શરીરનો સમાધિપૂર્વક ત્યાગ કરે છે. આવી વ્યક્તિઓ પોતાના આત્માને કોઈપણ સંજોગોમાં બચાવે છે. કામવિજેતા સ્થૂલિભદ્ર મુનિ તે આત્મદૃષ્ટિપરાયણ હતા. તેઓ કોશા વેશ્યાના રંગશાળામાં ચાર મહિના રહ્યા. ત્યાં દરેક પ્રકારના કામોત્તેજક સાધનો હતા. તે છતાં તેઓ પોતાના આત્મામાં જ સ્થિર રહ્યા. આવી સ્થિરતા તેમને પોતાના આત્મદર્શનના અનુભવથી આવી હતી. દરેક જાગૃત વ્યક્તિની નજર કાયમ પોતાના ઉપાદાન આત્મા ઉપર જ હોય છે.
કોઈ આંધળાને સોય શું છે તેની ખબર હોતી નથી પણ તેને સોય વાગવાના અનુભવની ખબર પડે છે. આવી જ રીતે આત્મા છે આત્મા છે તેનાથી સમ્યગ્દર્શન થતું નથી. પણ શદ્ધ આત્માનો અનુભવ કરવો અને તે અનુભવમાં ટકવું તેજ હકીકતમાં “સમ્યગ્ગદર્શન” છે. પ્રશ્ન-એક ખૂબ અગત્યનો પ્રશ્ન અહીં થાય છે કે જ્યારે સમ્યગ્દર્શન થાય ત્યારે વ્યક્તિ સંસારમાં પર-દ્રવ્યોને હેય (છોડવા લાયક) માને છે. તો આ વિચારોમાં રહીને શું તે વ્યક્તિ બધું છોડીને મુનિ બની સમ્યગ્રચારિત્રનો અંગીકાર તથા પાલન કરવા લાગે છે? આ જ સવાલને બીજી રીતે જોઈએ તો એ છે કે જે વ્યક્તિ મુનિ ધર્મ પાળી સમ્યગ્રચારિત્ર પાળે છે તેને જ શું સમ્યગદર્શન હોય છે? અને બીજાને નહીં?
જવાબ-આ પ્રશ્નનું સમાધાન કરતા એમ સમજાવ્યું છે કે સમ્યગ્રદર્શન થતાં સમ્યગ્દષ્ટિ વ્યક્તિ પર-દ્રવ્યોને હેય (છોડવા યોગ્ય) થતા નિજ સ્વરૂપને ઉપાદેય (આચરવા યોગ્ય) સમજી લે છે, અને તેના ઉપર શ્રદ્ધા પણ કરે છે. મિથ્યાભાવને મિથ્યા જ માને છે. પરંતુ ચારિત્રમોહનીય કર્મનો ઉદય હોવાથી તેને પરદ્રવ્ય છોડીને ચારિત્ર લેવાની શક્તિ હોતી નથી. એટલે જેટલી શક્તિ હોય છે, તેટલું આચરણ કરે છે. પણ શ્રદ્ધા તો પૂરેપૂરી રહે છે.
ધર્મસંગ્રહમાં આ વાતને ખૂબ જ સારી રીતે સ્પષ્ટ કરી છે.
"ज सक्कड़ तं कीरइ, जं न सक्कड तयंमि सदहणं । सदहमाणो जीवो वच्चइ अयरामरं ठाणं ॥" - ધર્મસંગ્રહ; ગાથા ૨.૧.૨૧ (પાનું ૮૧, લેખકઃ ઉપાધ્યાય માનવિજયજી, પ્રકાશકઃ જૈન વિદ્યાશાળા ટ્રસ્ટ, અમદાવાદ, (ગુજરાત) વર્ષ વિ.સં. ૨૦૨૯)
સમકિત
૬૫