________________
કે કમળ કાદવમાં રહીને પણ તેનાથી અલિપ્ત છે. મનમાં રાગ-દ્વેષનો કીચડ ન હોય તો સંસાર બંધનરૂપ થવાનો નથી. જેમ દુઃખે માથું ને ઉપચાર પેટનો ન થાય તેમ જ બહારથી વ્યવહાર ગમે તેવો સારો હોય પણ અંદરના ભાવ બરાબર નહીં હોય અને રાગ-દ્વેષ-મોહથી ભરેલા હશે ત્યાં સુધી ગમે તે ઉપચાર કરશો, મુક્તિ મળશે નહીં. aષાયઃિ વિશ્વન રેવા” કષાય તે સંસારવૃક્ષનું બીજ છે. રાગ અને દ્વેષ તે કષાયની અંદર જ આવી જાય છે. “ો જ હોવો જન્મવીર” ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૩૨.૭ (પાનું ૨૮૦, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર, મુંબઈ, વર્ષ ૨૦૦૯)
રાગ અને દ્વેષ એ બે કર્મનાં બીજ છે.
આમ જેટલી મહેનત અંદરને બદલવાની થશે, એમ એટલી મુક્તિ નજીક આવતી જશે, સંસારના બીજને અટકાવવાની જેટલી મહેનત થશે એટલો મોક્ષ નજીક આવશે.
આમ મિથ્યાત્વ, રાગ, દ્વેષ, વિભાવદશા જેમ જેમ છૂટશે તેટલો સંસાર છૂટશે અને મોક્ષ નજીક આવશે, અને આત્મામાં મોક્ષ અને મુક્તિ પામવાની ઈચ્છા વધારે ને વધારે મજબૂત થશે. અંદરના ભાવ અને મુક્તિનો સંબંધ સીધો એકમેક છે. નિશ્ચયનયની દૃષ્ટિથી મોક્ષ આત્માની અંદર જ છે, અને મોક્ષ પહેલા અંદર થાય છે, અને પછી આત્માને રહેવાનું કાયમી સ્થાન મળે છે, જેને આપણે “મોક્ષશીલાકે સિદ્ધશીલા” કહીએ છીએ. જ્યારે આત્મા સંસાર સન્મુખ હોય છે ત્યારે તે શુભ ઉપયોગમાં હોય કે અશુભ ઉપયોગમાં હોય, કર્મબંધ કરી સંસારમાં જ રહે છે. પણ જ્યારે આત્મા ઉદાસીનભાવ, મધ્યસ્થભાવ રાખી મોક્ષસન્મુખ હોય છે અને શુદ્ધ ઉપયોગમાં હોય છે ત્યારે કર્મબંધ થતા નથી, અને અનંત જન્મોના બંધન તોડી મુક્તિને પામે છે.
વાસ્તવમાં આત્માનો સ્વભાવ તે મુક્તિ પ્રાપ્તિનો છે. તમે કોઈ પણ જીવને જોશો તો તે મુક્તિને જ પસંદ કરશે. જ્યાં સુધી તે સંસારમાં છે ત્યાં તે દ્રવ્ય મુક્તિ માટે મહેનત કરશે. દા.ત. તમે એક નાની કીડીનો પણ માર્ગ રોકશો તો પણ તે આમ તેમ દોડી ત્યાંથી છૂટવાની સમકિત
૨૧